Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રિ-પોલ સર્વેક્ષણમાં યુપીએ આગળ

પ્રિ-પોલ સર્વેક્ષણમાં યુપીએ આગળ
(એજન્સી, નવી દિલ્હી) , મંગળવાર, 24 માર્ચ 2009 (16:45 IST)
15મીં લોકસભાની ચૂંટણીનો માહોલ વધુ પકડ જમાવી રહ્યો છે ત્યારે સ્ટાર ન્યૂઝ અને નેલ્સન દ્વારા કરવામાં આવેલા પ્રિ પોલ સર્વેક્ષણમાં કોઇ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળતો નથી. જોકે વર્તમાન સત્તાધીશ યુપીએ ગઠબંધનનો ઘોડો 257 બેઠકો સાથે સૌથી આગળ છે.

ચૂંટણી અગાઉ કરાયેલા આ સર્વેક્ષણમાં કોઇ પાર્ટીને બહુમત મળતો નથી. પરંતુ કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ ફરીથી સરકાર બનાવે એવા સંકેત મળે છે. 257 બેઠકો સાથે યુપીએ 272ના જાદુઇ આંકડાની સૌથી નજીક છે જ્યારે ભાજપના નેતૃત્વવાળા એનડીએન ગઠબંધનને 184 બેઠકોની શક્યતા છે. જોકે બીજી બાજુ આ વખતે ઉપસી આવેલા ત્રીજા મોરચાને માત્ર 95 બેઠકો મળવાની શક્યતા છે.
W.D


Share this Story:

Follow Webdunia gujarati