Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં ઓબામાને મળશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં ઓબામાને મળશે
, ગુરુવાર, 5 જૂન 2014 (10:44 IST)
પ્રધાનમંત્રી બન્યા બાદ વિદેશ નીતિ લેવાયેલ અત્યાર સુધીના સૌથી મોટા નિર્ણયમાં નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રેસિડેંટ બરાક ઓબામા સાથે મુલાકાત કરવાનો સમય નક્કી કરી લીધો છે. મોદી આ વર્ષે સપ્ટેમ્બરના અંતિમ અઠવાડિયે વોશિંગટનમાં ઓબામાને મળશે. 
 
અહી તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ બરાક ઓબામાએ તેમને ફોન કરીને શુભેચ્છા આપી હતી.  અને વોશિંગટન આવવાનુ આમંત્રણ પણ આપ્યુ હતુ  જેથી બંને દેશોના સંબંધોને મજબૂત કરી શકાય. આ મુલાકાત સાથે જ નરેન્દ્ર મોદીના યૂએસ વીઝા વિવાદનો પણ અંત આવી જશે. 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે 2002ના ગુજરાત રમખાણો પછી અમેરિકાએ 2005માં મોદીના વીઝા રદ્દ કરી દીધા હતા અને તેમની અમેરિકામાં આવવા પર રોક લગાવી દીધી હતી. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી અમેરિકી સરકારને તેમના યાત્રાની માહિતી આપી દેવામાં આવી છે. હવે બંને પક્ષ બેઠકની તારીખો નક્કી કરવામાં લાગ્યા છે. મોદી આ યાત્રા સમયે જ ન્યૂયોર્કમાં થનારી યૂએન જનરલ અસેંબલીમાં પણ ભાગ લેશે. પણ બંને નેતાઓની મુલાકાત ન્યૂયોર્કમાં નહી પણ વોશિંગટનમાં થશે. બંને દેશ આને પૂર્ણ રીતે દ્વિપક્ષીય મુલાકાત બનાવવા માંગે છે. 
 
સરકારી સૂત્રોનુ કહેવુ છે કે અમેરિકા તરફથી મોદીના પ્રવાસ માટે 30 સપ્ટેમ્બરની તારીખ પ્રસ્તાવિત કરવામાં આવી છે. જ્યારે કે ભરત આ બેઠક 26 સપ્ટેમ્બરના રોજ થાય એવુ ઈચ્છે છે. કારણ કે યૂએન જનરલ અસેંબલીમાં મોદીનુ ભાષણ આની જ આસપાસ થવાનુ છે. અમેરિકામાં ભારતના રાજદૂત એસ જયશંકર 8 જૂનના રોજ દેશ પરત ફરી રહ્યા છે અને તેઓ મોદીને મળીને બંને દેશોની વચ્ચેના સંબંધોની માહિતી આપશે. જ્યાર પછી આગળની રણનીતિ નક્કી થશે. 
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati