Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પોલીસ મિત્ર સાથે સંબંધો બાંધવા પત્નીએ ના પાડતા, બ્લેડનાં ઘા મારી સીગરેટનાં ડામ આપ્યા

પોલીસ મિત્ર સાથે સંબંધો બાંધવા પત્નીએ ના પાડતા,  બ્લેડનાં ઘા મારી સીગરેટનાં ડામ આપ્યા
સુરત , મંગળવાર, 14 જૂન 2016 (11:32 IST)
મોહમ્મદ વસીમ નામના એક રિક્ષા ચાલક દ્વારા પત્નીને પોલીસ મિત્ર સાથે સંબંધો બાંધવા માટે મજબુર કરી હતી. જો કે પત્નીએ ના પાડતા તેને બ્લેડનાં ઘા મારીને સીગરેટનાં ડામ આપ્યા હતા. જેનાં પગલે તેને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ પહોંચેલી પત્નીની વ્યથા સાંભળીને ડોક્ટરો પણ ચોંગી ગયા હતા. પીડિતાની માતાએ જણાવ્યું કે રીક્ષા ચાલક પતિ દ્વારા પોલીસ મિત્રની હવષ સંતોષવા માટે દબાણ કર્યું હતું.
ધમકી આપતા પતિએ જણાવ્યું કે જો મારા મિત્રની જરૂરિયાત નહી સંતોષે તો તને કાઢી મુકીશ. હાલ આ સમગ્ર મુદ્દે પોલીસે ગુનો નોંધીને તપાસ ચાલુ કરી છે. ઉપરાંત ડ્રાઇવર અને તેનાં પોલીસ મિત્રને શોધવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

મળતી વિગતો અનુસાર પીડિત મહિલાનાં લગ્ન 5 મહિના અગાઉ રીક્ષા ચાલક મોહમ્મદ વસીમ સાથે થયા હતા. વસીમે બે મહિના પહેલા જ તેની પત્નીને ઢોર માર માર્યો હતો. વસીલની ક્રૂરતાને જોઇ તેનો પરિવાર પીડિતાને ઘરે લઇ આવ્યો હતો. જો કે સમાજનાં અગ્રણીલોકોએ વચ્ચે પડીને સમાધાન કર્યું હતું. જો કે ત્રણ ત્રણ વાર નિકાહ કરનાર વસીમ ખુબ જ ક્રૂર સ્વભાવનો હતો. થોડા દિવસો અગાઉ વસીમે તેનાં પોલીસ મિત્રની સાથે શારીરીક સંબંધો બાંધવા માટે પત્નીને મજબુર કરી હતી. જો કે તે નહી માનતા તેને પટ્ટાવડે માર માર્યો હતો. ત્યાર બાદ બ્લેડનાં ઘા મારીને સિગરેટનાં ડામ આપ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જીએસટી બીલ અંગે ચર્ચા થશે