Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પીએસએસવી સી 23નું સફળ પ્રક્ષેપણ, પાચ વિદેશી ઉપગ્રહો લોંચ

પીએસએસવી સી 23નું સફળ પ્રક્ષેપણ, પાચ વિદેશી ઉપગ્રહો લોંચ
, સોમવાર, 30 જૂન 2014 (10:41 IST)
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ભારતની રાષ્ટ્રીય અંતરિક્ષ એજંસી ઈસરોના વિશેષ વ્યાપાધિક ઉપગ્રહ પ્રક્ષેપણના સાક્ષી બન્યા. આજે શ્રીહરિકોટા પ્રક્ષેપણ કેદ્ંરથી ચાર જુદા જુદા દેશોના પાંચ ઉપગ્રહનુ પ્રક્ષેપણ થવા પામ્યુ હતુ.  
 
પીએસએલવી સી 23 સોમવારે સવારે 9.52 વાગ્યે શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી ઉડાન ભરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રક્ષેપણ જોવા માટે રવિવાર સાંજથી જ વિમાન મારફતે શ્રીહરિકોટા પહોંચી ગયા હતા. વડાપ્રધાન બન્યા પછી મોદીની આ પહેલી દક્ષિણ યાત્રા છે. 

. કમર્શલ લોંચિંગની દિશામાં ડગ માંડતા ઈંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) પોતાના અંતરિક્ષ કેન્દ્ર શ્રીહરિકોટાથી સોમવારે 4 દેશોના 5 વિદેશી સેટેલાઈટ પ્રક્ષેપિત કરવામાં સફળ રહ્યા. અંતરિક્ષ કેન્દ્રમાં હાજર વૈજ્ઞાનિકોએ એકબીજાને શુભેચ્છા પાઠવી. એનડીએ સરકારનાઅ સત્તામાં આવય પછી ઈસરોના પ્રથમ અંતરિક્ષ અભિયાનને જોવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અંતરિક્ષ કેન્દ્રમાં હાજર રહ્યા. આ પ્રસંગ પર પ્રધાનમંત્રીએ પણ વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી
 
શ્રી હરી કોટાના સતીશ ધવન સ્પેસ સેંટરથી ફાંસ જર્મની કેનેડા અને સિંગાપોરના પાંચ ઉપગ્રહને PSLV-C-23 દ્વારા સ્પેસમાં મોકલવામાં આવશે. 
 
ફ્રાસીસ - ઉપગ્રહ  SPOT-7-714 કિલોગ્રામ વજન 
જર્મની - ઉપગ્રહનુ AISATનું વજન 14કિલો 
કેનેડાના 2 ઉપગ્રહ : NLS.1નું વજન 15 કિલો અને NLS7.2નું વજન 15 કિલો 
સિંગાપોર : ઉપગ્રહ VELOX-1નું વજન 7 કિલો  

 
અભિયાનની યોજના મુજબ પીએસએલવી સી 23 રોકેટ પોતાની ઉડાન પછી સૌથી વધુ વજનવાળા ઉપગ્રહ સ્પોટ-7ને સૌથી પહેલા અંતરિક્ષની કેન્દ્રમાં સ્થાપિત કરશે. ત્યારબાદ એઆઈએસએટી, એનએનએશ7.2 અને વીઈએલઓએક્સ-1 ને કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.  
 
ભારતે 1999થી લઈને અત્યાર સુધી પીએસએલવી દ્વારા 35 વિદેશી સેટેલાઈટ અંતરિક્ષના કેન્દ્રમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. નવા અભિયાન પછી તેની સંખ્યા 40 થઈ ગઈ છે. 

Share this Story:

Follow Webdunia gujarati