Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પીએમ પદની રેસ પરથી હટવા ન માંગતા અડવાણીએ રચ્યુ મોદી વિરુદ્ધ ચક્રવ્યૂહ ?

પીએમ પદની રેસ પરથી હટવા ન માંગતા અડવાણીએ રચ્યુ મોદી વિરુદ્ધ ચક્રવ્યૂહ ?
P.R

બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીના પબંધનની કમાન નિતિન ગડકરીને સોંપવાની ભલામણ કરીને એવા સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તેઓ પીએમ પદની દોડની રેસમાંથી હટવા તૈયાર નથી. આ પહેલા બુધવારે સુષમા સ્વરાજે સ્પષ્ટ કહ્યુ હતુ કે પીએમ પદ માટે હજુ કોઈ નેતાની દાવેદારી રદ્દ થઈ નથી. તેમણે સ્પષ્ટ કરી દીધુ કે વડીલ નેતા લાલકૃષ્ણ અડવાણી પીએમ પદની રેસમાં છે અને ગુરૂવારે આ માહિતી સાર્વજનિક થઈ તેના પરથી લાગે છે કે અડવાણી પોતાની ઉમેદવારીને લઈને ગંભીર પ્રયાસ કરી રહ્યા છે. એવુ કહેવાય છે કે અડવાણીએ આ દાવ સંઘ સાથે સંબંધો સુધારવા માટે રમ્યો છે. જે ગડકરી પર ખૂબ વિશ્વાસ કરે છે. પીએમ પદની ઉમેદવારી માટે સંઘની લીલી ઝંડી ખૂબ જરૂરી છે.

નીતિન ગડકરી સંઘના 'પ્રિય' છે

નિતિન ગડકરી સંઘ પ્રમુખ મોહન ભાગવતના ખૂબ જ નિકટના હોવાનુ મનાય છે. અડવાણીને લાગે છે કે ગડકરીનુ નમ આગળ કરવાથી સંઘ અને તેમની વચ્ચેનું અંતર ઓછુ થશે. જે તેમની દાવેદારીમાં મુખ્ય ભાગ ભજવી શકે છે. આ તીરનુ એક નિશાન નરેન્દ્ર મોદી પર પણ છે. જે ચૂંટણીમાં શકયત: સફળતાનો એકલા શ્રેય નહી લઈ શકે. જો કે ટોચ પર ચાલી રહેલ આ સત્તા સંઘર્ષ પર કોઈ સ્પષ્ટ બોલવા તૈયાર નથી. બીજેપીનુ એક ગ્રુપ મોદીને લોકસભા ચૂંટણીમાં પ્રચાર અભિયાનની કમા આપવાની તરફેણ કરી રહ્યુ છે. તર્ક છે કે આનાથી મોદીના જાદૂને વોટમાં ફેરવી શકશે. અને જેડીયૂ જેવા મોદી વિરોધીએ સહયોગી પણ કોઈ સમસ્યા ઉભી નહી કરે. પણ અડવાણીના શુભચિંતકોનુ માનવુ છે કે લોકસભા પહેલા પાંચ રાજ્યોમાં ચૂંટણી મુખ્ય છે. આ વિધાનસભા ચૂંટણી જ લોકસભા માટે જમીન તૈયાર કરશે. આમ અડવાણી જૂથે મોદીની મુશ્કેલીઓ વધારતા ગડકરીનુ નામ આગળ કર્યુ છે. જો ગડકરીને વિધાનસભા ચૂંટ્ણીની કમાન મળી તો તે લોકસભા ચૂંટણીના પ્રચાર અભિયાનની કમાનના પણ દાવેદાર બનશે.

ગડકરીએ ઝગડાથી છેટુ રહેવુ પસંદ

ગડકરી પણ પ્રચાર સમિતિ કે ચૂંટણી પ્રબંધન સમિતિના ચેયરમેન બનવા માંગે છે, પણ તેઓ મોદી બનામ અડવાણીના ઝગડામાં પડવા નથી માંગતા. તેઓ એ પણ નથી ઈચ્છતા કે લોકો તેમને અડવાણીના ઉમેદવારના રૂપમાં જુએ. આ મુદ્દા પર અંતિમ નિર્ણય તો 8 અને 9 જૂનના રોજ ગોવામાં થનારી પાર્ટીની કાર્યકારિણી બેઠકમાં જ થઈ શકશે.

Share this Story:

Follow Webdunia gujarati