Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાણીપત બનશે પેટ્રો રસાયણનું કેન્દ્ર

પાણીપત બનશે પેટ્રો રસાયણનું કેન્દ્ર

વાર્તા

નવી દિલ્હી , રવિવાર, 21 સપ્ટેમ્બર 2008 (19:53 IST)
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની પાણીપત રિફાઇનરીની ક્ષમતા વધારાતાં તેમજ નેપ્થા ક્રેકર અને પોલીમર સંયંત્ર લગાવવાથી હરિયાણાના આ ઐતિહાસિક જિલ્લામાં દેશનું સૌથી મોટુ પેટ્રો રસાયણ કેન્દ્ર અસ્તિત્વમાં આવશે.

જાહેર સાહસ ક્ષેત્રની સૌથી મોટી ઓઇલ શુધ્ધિકરણ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન 14500 કરોડ રૂપિયાના ખર્ચે પાણીપત રિફાઇનરીનું વિસ્તરણ કરી રહી છે. રિફાઇનરીની શુધ્ધિકરણ ક્ષમતા 1.20 કરોડ ટનથી વધારીને 1.50 કરોડ ટન વાર્ષિક કરાશે. આ ઉપરાંત પેટ્રો, રસાયણ ઉદ્યોગનો વિકાસ કરાશે.

કંપનીના સુત્રોના જણાવ્યા અનુસાર આ રિફાઇનરીમાં નેપ્થા ક્રેકર સંયંત્ર અને પોલીમર ઉત્પાદન તૈયાર કરવા માટે પણ પ્લાન્ટ લગાવાશે. આ કામગીરી આગામી વર્ષના અંત સુધી પૂરૂ કરવાની આશા છે. છેલ્લા બે વર્ષોથી આ કામગીરી ચાલી રહી છે. બે વર્ષમાં જેટલું કામ થવાની આશા હતી એના કરતાં સારા પ્રમાણમાં કામ થયું છ.

ાણીપત રિફાઇનરીને ટેકનિકલી રીતે જાહેર ક્ષેત્રની દેશની સૌથી આધુનિક રિફાઇનરી માનવામાં આવે છે. દેશના ઉત્તરી પશ્વિમી વિસ્તારમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની આપૂર્તિ માટે આ રિફાઇનરી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પંજાબ, જમ્મુ, કાશ્મીર, હિમાચલ, ચંડીગઢ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને દિલ્હી સહિતના ઉત્તર પશ્વિમ ભારતમાં પેટ્રોલિયમની માંગ અહીંથી પુરી કરવામાં આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati