ગયા વર્ષે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં એકમાત્ર જીવીત પકડાયેલ પાકિસ્તાની આતંકવાદી અજમલ આમિર કસાબે આજે અચાનક હાઈ કોર્ટમાં પોતાના પર લાગાવવામાં આવેલ બધા જ આરોપોને સ્વીકારી લઈ તે કઈ રીતે તેની ટૂકળી સાથે પાકિસ્તાનથી મુંબઈ પહોચ્યો તેની બધી જ કહાણી સુણાવી દીધી હતી.
તેણે કોર્ટને જણાવ્યુ કે તે હુમલાનો મુખ્ય સડયંત્રકર્તા જમાત-ઉલ-દાવાના પ્રમુખ હાફિજ સઈદ અને જકી ઉર્ર રહેમાન લખવી છે, જે હાલ પાકિસ્તાનમાં છે.
કસાબના કબૂલનામાની ખબર મળતા જ કલાકની અંદર જ પાકિસ્તાન તરફથી આવેલી પ્રતિક્રિયામાં રક્ષામંત્રી ચૌધરી અહમદ મુખ્તારે પોતાની નાપાક પરંપરા અને વલણની ધુરાનું વહન કરતા જણાવ્યુ કે "કસાબે આ કબૂલાત સ્વ-બચાવવાના ઉદ્દેશથી કરી છે.જે બિલકુલ પોકળ છે."
ચૌધરીએ ખાનગી ટેલિવિજન ચેનલને જણાવ્યુ હતુ કે "પાકિસ્તાન સરકાર ભારતની સાથે બેસીને આ સમસ્યાનો હલ લાવવા માંગે છે, અને મુંબઈ હુમલામાં જો કોઈ પાકિસ્તાની સામેલ છે તો તેને પાકિસ્તાની કાનૂન અનુસાર સજા કરવામાં આવશે."
પાકિસ્તાનમાં ઉછરેલ સાપ 123 સાક્ષીઓને બાજુ પર રાખીને કસાબ પોતે જ મોઢું ફાળીને કબૂલે છે કે તેણે પાકિસ્તાનમાં ટ્રેનિંગ લીધી છે, તેઓ પાકિસ્તાનમાંથી સમુદ્ર માર્ગે ભારતમાં પ્રવેશ કરેલો, આખા હુમલાનો મુખ્ય સૂત્રધાર જમાત ઉલ દાવાના પ્રમુખ હાફિજ સઈદ અને જકી ઉર્ર રહેમાન લખવી હતા, જે હજી પણ પાકિસ્તાનમાં છે. છતાં પાકિસ્તાનના કાને આ વાત અડતી કેમ નથી? પાકિસ્તાન શાબ્દિક ભાષા સમજ નથી પડતી, કાનૂની ભાષા પણ નથી આવડતી, શાંતિવાર્તાનો કોઈ અર્થ રહ્યો નથી. શું પાકિસ્તાનને હવે બોમ્બ, બંદુક અને તોપની જ ભાષા સમજાય છે? તો ભારત એ ભાષામાં વ્યવહાર કરવા તૈયાર છે.
તેમના જ વિમાનો હાયજેક કરી તેમની જ આસમાનને અડતી ઈમારત(વર્લ્ડ ટ્રેડ સેંટર)ની સાથે તેમના ઘમંડને જમીનદોસ્ત થઈ ગયા બાદ અમેરિકાનું વલણ પાકિસ્તાન પ્રત્યે હળવું બન્યુ છે. માટે પાકિસ્તાન વધુ ફાટ કરી રહ્યુ છે. તો આ વંઠી ગયેલ પાકિસ્તાન પ્રત્યે અમેરિકાને બાજૂ મૂકી ભારતે કડક પગલા ભરવા રહ્યા નહીતર 26/11 અને 9/11 જેવી તારીખો ભારતીય કેલેંડરમાં સામાન્ય થઈ જશે... કારણ કે દુશ્મન દેશની આંખોમાં હજી પણ સાપોલીયા રમે છે....