Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાકિસ્તાનની એજંસી રમખાણ પીડિતો સાથે વાત કરી રહી છે - રાહુલ ગાંધી

પાકિસ્તાનની એજંસી રમખાણ પીડિતો સાથે વાત કરી રહી છે - રાહુલ ગાંધી
ઈન્દોર , ગુરુવાર, 24 ઑક્ટોબર 2013 (17:29 IST)
P.R


મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા સતત પ્રચારમાં લાગેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારે ઈંદોરમાં પોતાની રેલીમાં લોકોને સંબોધિત કરતા કહ્યુ કે ભાજપ જીતવા માટે લોકોને લડાવે છે.

રાહુલ ગાંધીએ કહ્યુ કે ઉત્તરપ્રદેશમાં ભાજપે જીતવા માટે મુઝફરનગરમાં આગ લગાવી. મને જાણવા મળ્યુ છે કે મુઝફ્ફરનગરની આગમાં જે મુસ્લિમ યુવાનોનો પરિવાર હોમાયો, એ પીડિતોના યુવાનો સાથે પાકિસ્તાન એજંસી સંપર્ક કરી રહી છે અને તેમને ભડકાવી રહી છે. અમે તેમને સમજાવ્યા છે કે તમે કોઈની વાતોમાં ન આવશો.

રાહુલ ગાંધીનુ કહેવુ છે કે ભાજપ તો જીતવા માટે આગ લગાવી દે છે પણ એ આગને શાંત કોણ કરશે ? અમે એ આગને શાંત કરવાનો પ્રયત્ન કરીએ છે. કોંગ્રેસ દેશમાં એકતા લાવવા માંગે છે. કોંગ્રેસ દેશના યુવાનોનો હાથ ખોલવા માંગે છે જેથી તેઓ વિકાસની તરફ આગળ વધી શકે.

Share this Story:

Follow Webdunia gujarati