Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પંજાબ બેકમાં લાખોની લૂંટ

પંજાબ બેકમાં લાખોની લૂંટ

વાર્તા

દહેરાદુન , સોમવાર, 29 ડિસેમ્બર 2008 (18:04 IST)
ઉત્તરાખંડના કોટદ્વારા શહેરમાં આજે દિન દહાડે દુર્ગાપુરી વિસ્તારમાં કેટલાક લુટારૂઓ પંજાબ નેશનલ બેંકમાંથી લાખો રૂપિયાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. પોલીસે લુટારૂઓની તપાસ હાથ ધરી છે અને આસપાસના વિસ્તારોમાં નાકાબંધી લગાવી દીધી છે. પૌડી જિલ્લાના પોલીસ અધિક્ષક વિમી સચદેવાએ જણાવ્યું હતું કે, હાલમાં મળી રહેલી જાણકારી અનુસાર આ રકમ છ લાખ 79 હજાર જેટલી છે.

પ્રાથમિક જાણકારી મુજબ 30થી 45 ઉંમરના ચાર યુવાનો બેંકમાં ઘુસી આવ્યા હતા અને આવતાંની સાથે જ તેમણે હાજર લોકોને પોતાના મોબાઇલ ફોન બંધ કરી દેવા કહ્યું હતું. ત્યારબાદ લુટારૂઓ કેશ કાઉન્ટરમાં ગયા હતા અને ત્યાં રાખેલા રૂપિયા બેગમાં ભરી લઇ પિસ્તોલ બતાવી ત્યાંથી નાસી ગયા હતા.

Share this Story:

Follow Webdunia gujarati