Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નોએડા હવે અત્યાધુનિક સુરક્ષા યંત્રોથી સજ્જ

નોએડા હવે અત્યાધુનિક સુરક્ષા યંત્રોથી સજ્જ

વાર્તા

લખનૌ , ગુરુવાર, 25 સપ્ટેમ્બર 2008 (16:07 IST)
લખનૌ. ઉત્તર પ્રદેશની મુખ્યમંત્રી માયાવતીએ ગ્રેટર નોએડામાં ઈટલીની કંપની ગ્રેજીયાનોના પ્રબંધ નિદેશક એલ કે ચૌધરીની હત્યાની ઘટનાને ગંભીરતાથી લેતા નોએડામાં ઈંડીસ્ટ્રીયલ રિલેશન યુનિટની સ્થાપના કરતાં નોએડાને અત્યાધુનિક સુરક્ષા સંયંત્રોથી સજ્જ કરવાના નિર્દેશ આપ્યા છે.

માયાવતીએ નોએડાની ઘટનાના સંબંધમાં દિલ્હીમાં ઉચ્ચસ્તરની મિટિંગ કરીને નોએડાની ગ્રેજીયાનો કંપનીમાં બનેલી ઘટનાની સમીક્ષા કરી હતી. તેમણે પ્રદેશના મુખ્ય સચિવને ગૌતમબુદ્ધનગર જઈને નોએડા અને ગ્રેટર નોએડામાં રોકાણકારો, ઉદ્યમિયો અને ઉદ્યોગો તેમજ ઔદ્યોગીક સંગઠનોના પ્રતિનિધિઓની સાથે વાત કરીને તેમની મુશ્કેલીઓ અને ફરિયાદોનો તુરંત જ અંત લગાવવાના નિર્દેશ કર્યા છે.

તેમણે એવો પણ આદેશ આપ્યો છે કે નોએડા શહેરી વિસ્તારમાં હવે એકની જગ્યાએ ત્રણ પોલીસ ક્ષેત્રાધિકારિયોની ગોઠવણ કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati