Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નીતિશે કેન્દ્ર પાસે 8922 કરોડ માંગ્યા

નીતિશે કેન્દ્ર પાસે 8922 કરોડ માંગ્યા

ભાષા

નવી દિલ્લી , શનિવાર, 13 સપ્ટેમ્બર 2008 (11:44 IST)
બિહારનાં મુખ્યમંત્રી નીતીશકુમારે રાજ્યમાં પૂરથી અસરગ્રસ્ત બનેલાઓ 30 લાખ લોકોનાં પુર્નવાસ અને પુનઃનિર્માણ કરવા માટે 8922 કરોડ રૂપિયાનાં વિશેષ આર્થિક પેકેજની માંગ કરી છે.

નીતીશે જણાવ્યું હતું કે બિહારની સ્થિતિ અંગે વડાપ્રધાનને માહિતગાર કરવામાં આવ્યા છે. તેમજ 30 લાખ નાગરિકોની સમસ્યાથી અવગત કરાયા છે અને આ આ અસરગ્રસ્તોના પુર્નવાસ અને પુન નિર્માણ માટે રૂ.8922 કરોડની સહાય માંગી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે તટબંધ પાસે થયેલા ઘસારાને જલ્દીથી ઠીક કરવામાં આવશે. કોસી પશ્ચિમ તરફ પણ એક કેનાલ બનાવવામાં આવે. આ બાબતે જલ્દી નિર્ણય લેવાવવો જોઈએ. આ અંગે જલ્દીથી નિર્ણય લેવાય તેવી પણ તેમણે માંગ કરી છે.

વિશેષ આર્થિક પેકેજમાં કૃષિ માટે રૂ.827 કરોડ, રસ્તાનાં પુનઃનિર્માણ માટે રૂ.1305 કરોડ, સિંચાઈ માટે રૂ.1208 કરોડ, ગ્રામીણ આવાસ માટે રૂ. 4500 કરોડ તથા શહેરી વિસ્તારનાં પુનઃનિર્માણ માટે રૂ.600 કરોડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જો કે કોસી નદીનું પાણી ઓસરી રહ્યું છે. તેથી એવી આશા છે કે ખુબ જલ્દીથી પરિસ્થિતિ કાબુમાં આવી જશે. પણ સરકારે રોગચાળો ફેલાય નહીં, તે અંગે કામ કરવાની જરૂરી છે.

Share this Story:

Follow Webdunia gujarati