Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નારાયણ સાંઈને છોકરીઓ સપ્લાય કરનારી ગંગાની ધરપકડ

નારાયણ સાંઈને છોકરીઓ સપ્લાય કરનારી ગંગાની ધરપકડ
, શુક્રવાર, 8 નવેમ્બર 2013 (12:31 IST)
P.R
કિશોરી વિદ્યાર્થીના યૌન શોષણના કેસમાં જોઘપુર સેંટ્રલ જેલમાં બંધ આસારામના પુત્ર નારાયણ સાંઈ પર કાયદાકીય શિકંજો કસતો જઈ રહ્યો છે. શુક્રવારે રાજસ્થાનના ઉદયપુરથી નારાયણ સાંઈની સહયોગી ધર્મિષ્ઠા ઉર્ફ ગંગાની ધરપકડ કરવામાં આવી છે.

સૂરત રેપ કેસમાં સાંઈની સાથે ગંગા પણ આરોપી છે, તેને સૂરત પોલીસને ઉદયપુરથી 15 કિલોમીટર દૂર આવેલ એક ગામથી ધરપકડ કરી.

મહિલા સાઘક ગંગા પર પીડિતા પર દબાણ બનાવવા અને ધમકી આપવાની સાથે સાથે સાંઈનો સાથ આપાવાનો આરોપ છે. 6 ઓક્ટોબરના રોજ નોંધવામાં આવેલ એફઆઈઆરમાં ગંગાના નામનો પણ સમાવેશ છે. આ ઉપરાંત જમુના ઉર્ફ ભાવના અને હનુમાન ઉર્ફ કૌશલ ઠાકુરને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. એફઆઈઆરમાં સામેલ ચાર નામોમાં આ પ્રથમ ધરપકડ છે. સાંઈ અત્યાર સુધી ફરાર ક હ્હે. 29 ઓક્ટોબરના રોજ કોર્ટે બધા આરોપીઓ વિરુદ્ધ વોરંટ રજૂ કર્યુ હતુ.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સૂરતની બે બહેનોએ નારાયણ સાંઈ અને આસારામ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati