Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવી સરકાર બને એટલી વાર, હું જેલની બહાર હોઇશઃ આસારામ

નવી સરકાર બને એટલી વાર, હું જેલની બહાર હોઇશઃ આસારામ
, ગુરુવાર, 15 મે 2014 (15:25 IST)
ગઇકાલે કોર્ટ કાર્યવાહી બાદ આસારામે અખબારોના પ્રતિનિધિઓ સમક્ષ કરેલા ઇશારાથી આશ્ચર્ય ફેલાયું છે. તેમણે કહ્યુ હતું કે, નવી સરકાર રચાતા જ હું જેલમાંથી બહાર હોઇશ.
 
   તરુણી પર બળાત્‍કારના આરોપ હેઠળ જેલમાં સજા ગાળી રહેલા આસારામે ગઇકાલે એક અલગ પ્રકારનો સંકેત આપ્‍યો છે. સુનવણી પછી કોર્ટમાંથી બહાર આવતાની સાથે આસારામ બોલ્‍યા કે, હવે માત્ર બે દિવસ જ છે પછી જોઇ લે જો. આ પ્રકારનું નિવેદન કરીને આસારામે ચૂંટણી પરિણામો તરફ ઇશારો કર્યો છે અને દરેક એક્‍ઝિટ પોલમાં મોદીની જીત દેખાડવામાં આવી રહી છે.
 
   સુત્રોના જણાવ્‍યા મુજબ ગઇકાલે કોર્ટમાં સુનાવણી પૂર્ણ કર્યા પછી કોર્ટની બહાર આવ્‍યા બાદ આસારામે એવું નિવેદન આપ્‍યું કે જેનાથી તેઓ ફરી ચર્ચામાં આવી ગયા છે. કોર્ટની બહાર આવીને આસારામે કહ્યું કે શ્નબસ આ ખેલ માત્ર બે દિવસ પછી તમે જોઇ લેજોઙ્ખઆ નિવેદન સીધું ચૂંટણીના પરિણામો તરફ ઇશારો કરી રહ્યું છે. આસારામનું એવું કહેવું હતું કે ૧૬ મેના રોજ ચૂંટણી પરિણામો પછી નવી સરકારની રચના થસે, આ વાતને આસારામની જેલમાંથી બહાર આવી જશે એની સાથે જોડવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ધરપકડ વખતે તેમણે એવો આરોપ લગાવ્‍યો હતો કે મેડમ (સોનિયા ગાંધી) અને તમનો દિકરો (રાહુલ ગાંધી)ના ઇશારે ફસાવવામાં આવ્‍યા છે. સુત્રોએ જણાવ્‍યું કે આસારામે સુપ્રિમ કોર્ટમાં જામીન અરજી કરી છે અને આ પહેલાં રાજસ્‍થાન કોર્ટ અને સેશન કોર્ટ આસારામની જમાનત અરજીને નકારી કાઢી હતી. ઉલ્લેખનીય છે કે આ કેસના ચાર આરોપીઓને જામીન મળી ચુકી છે.

Share this Story:

Follow Webdunia gujarati