Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવરાત્રી રાક્ષસોનું મનોરંજન છે. દારૂડિયાઓનો તહેવાર છે : મોલાના મહેંદી હુસેનનું વિવાદાસ્પદ નિવેદન

નવરાત્રી રાક્ષસોનું મનોરંજન છે. દારૂડિયાઓનો તહેવાર છે : મોલાના મહેંદી હુસેનનું વિવાદાસ્પદ નિવેદન
અમદાવાદ. , સોમવાર, 22 સપ્ટેમ્બર 2014 (11:01 IST)
નવરાત્રી તહેવારના આરંભ આડે હવે જૂજ દિવસો જ બાકી રહી ગયા છે. ત્યારે સૂફી ધર્મગુરૂ મૌલાના મહેંદી હસેન રાસ ગરબાના પર્વ નવરાત્રીને રાક્ષસોનો તહેવાર કહેતા વિશ્વ હિન્દુ પરિષદે તેનો જોરદાર વિરોધ વ્યક્ત કર્યો છે અને હસનની ધરપકડ કરવાની માંગણી કરી છે. 
 
મહેંદી હસને એક મુલાકાતમાં એમ કહ્યુ છે કે ગરબા તહેવાર રાક્ષસોનું પર્વ છે. એમા લોકો દારૂ પીને આવે છે. આ હિન્દુ ધર્મનુ પર્વ નથી. 
 
હસનની આ કમેંટને વીએચપીના અમદાવાદ એકમના મહામંત્રી રણછોડ ભરવાડે હિન્દુઓના અપમાન તરીકે ગણાવી છે અને હસનની ધરપકડ કરવાની માંગની કરી છે. 
 
જો કે વિવાદ વધી જતા હસને એવી સ્પષ્ટતા કારી છે કે આ વિધાનને ખોટા સંદર્ભમાં લેવામાં આવ્યુ છે. એમણે તો તહેવારની પવિત્રતા જાળવી રાખવા આરાજકતા ફેલાવતા તત્વોને દૂર રાખવાની માંગણી કરી હતી. 
 
ઈમામ મહેંદી હસન ખેડા જીલ્લાના ઠાસરા તાલુકાના રુસ્તમપુરા ગામના વતની છે. તેમણે કહ્યુ છે કે ગરબા પર્વ ધાર્મિક તહેવાર નથી. પણ રાક્ષસો માટેનું મનોરંજન છે. એ બળાત્કારીઓ અને દારૂડિયાઓનો તહેવાર છે.  
 
આ એ જ ધર્મગુરૂ છે. જે 2011માં તે વખતના ગુજરાતન અમુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના સદ્દભાવના ઉપવાસ વખતે મોદીની સાથે મુલ્સિમ ટોપી  પહેરવાનો હઠાગ્રહ કરીને જાહેરમાં ચમકી ગયા હતા. 
 
રણછોડ ભરવાડે કહ્યુ કે જો હસનની ધરપકડ કરવામાં નહી આવે તો ગુજરાતભરમાં આંદોલન શરૂ કરાશે. 
 
ભરવાડે કહ્યુ કે પોલીસમાં આ મામલે શિવસેનાના સ્થાનિક નેતા જિતુ સોલંકીએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.  દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ઈંસ્પેક્ટર વી.એન. યાદવનું કહેવુ છે કે અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ. 

Share this Story:

Follow Webdunia gujarati