Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નરેન્દ્ર મોદી હવે “આઈટમ” બન્યા કિમંત 20 રૂપિયા !!

નરેન્દ્ર મોદી હવે “આઈટમ” બન્યા કિમંત 20 રૂપિયા !!
, ગુરુવાર, 30 જાન્યુઆરી 2014 (00:10 IST)
P.R


રાજનીતિથી લઈ બજાર સુધી પોતાની બ્રાન્ડ જમાવી ચૂકેલા ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી હવે “ આઈટમ” બની ગયા છે. જો તમારે વીસ રૂપિયામાં નરેન્દ્ર મોદી આઈટમ લેવી હોય તો મધ્ય પ્રદેશ જવું પડશે.

મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લામાં નિકાસામાં ચાલી રહેલા રામલીલા મેળામાં “ નરેન્દ્ર મોદી આઈટમ “ અને અરવિંદ કેજરીવાલ આઈટમ “ નામના બે સ્ટોલ લાગેલા છે. જે ગ્રાહકોને આકર્ષી રહ્યાં છે.

સંજય પ્રજાપતિ નામના દુકાનદારના આ ધમાકેદાર આઈડિયાએ મેળામાં ધૂમ મચાવી દીધી છે. જોકે દુકાનદાર કોઈ પાર્ટીથી પ્રેરાયેલ નથી. તેમ છતાં તેમનું કહેવું છેકે મેળામાં સૌથી વધારે લોકો નરેન્દ્ર મોદી આઈટમ સ્ટોલમાં આવે છે.

દુકાનદારના મતે નરેન્દ્ર મોદી આઈટમ સ્ટોલમાં જે વસ્તુઓ વેચવા માટે મૂકી છે તેની કિંમત 20 રૂપિયા રાખવામાં આવી છે. અને અરવિંદ કેજરીવાલ આઈટમ સ્ટોલમાં જે વસ્તુઓ વેચવા માટે મૂકી છે તેની કિંમત 10 રૂપિયા રાખવામાં આવી છે.

આ બન્ને સ્ટોલમાં સાબુ, તેલ, પાવડર તેમજ અન્ય વસ્તુઓ મૂકવામાં આવી છે. આ ઉપરાંત બાળકો માટે રમકડાઓ પણ મૂકવામાં આવ્યાં છે.

Share this Story:

Follow Webdunia gujarati