Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નરેન્દ્ર મોદીનો રેકોર્ડ શિવરાજ સિંહ ચૌહાણ તોડશે

નરેન્દ્ર મોદીનો રેકોર્ડ શિવરાજ સિંહ ચૌહાણ તોડશે
, ગુરુવાર, 28 માર્ચ 2013 (13:12 IST)
P.R
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હવે નરેન્દ્ર મોદીના ચીલે ચાલી રહ્યાં છે અને વિધાનસભા ચૂંટણી દરમિયાન હાઈટેક પ્રચારની તૈયારી કરવા લાગ્યાં છે. એટલું જ નહીં તેઓ મોદીની 53 સભાઓનો રેકોર્ડ પણ તોડશે.

શિવરાજ સિંહ એકસાથે 250 સ્થાનો પર સભાને સંબોધિત કરશે. બીજેપી હવે નવી ટેક્નોલોજી દ્વારા શિવરાજ સિંહનો પણ પ્રચાર કરશે. મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીનાં સ્ટાર પ્રચારક તરીકે શિવરાજ સિંહ રહેશે. નરેન્દ્ર મોદીએ 3ડી ટેક્નોલોજી સાથે માત્ર 53 સભાઓ સંબોધી હતી, જ્યારે શિવરાજ સિંહ તેનાં કરતાં પણ વધારે સબાને સંબોધશે.

મધ્યપ્રદેશમાં પહેલીવાર 3ડી ટેક્નોલોજીનો ઉપયોગ થશે અને શિવરાજ સિંહ ચૌહાણ 250 સભાઓને સંબોધશે, જેમાં તેઓ ચૂંટણી પ્રચારક મુદ્દાઓ પર વાત કરશે. આ પ્રચારની સાથે જ શિવરાજ સિંહનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ જશે.

Share this Story:

Follow Webdunia gujarati