Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નક્સલીઓએ કર્મચારીઓનું અપહરણ કર્યું

નક્સલીઓએ કર્મચારીઓનું અપહરણ કર્યું

ભાષા

દંતેવાડા , શુક્રવાર, 14 નવેમ્બર 2008 (20:12 IST)
છત્તીસગઢનાં દંતેવાડા જિલ્લાની કોટા વિધાનસભા વિસ્તારનાં ચીતલનાર મતદાન કેન્દ્રમાં શુક્રવારે યોજાયેલા મતદાન દરમિયાન નક્સલીઓએ ચાર પાંચ કર્મચારીઓનું અપહરણ કર્યું હતું. જો કે પ્રથમ ચરણમાં 57 ટકા મતદાન થયું હતું.

પોલીસ સુત્રોનાં જણાવ્યા મુજબ નક્સલીઓએ આ ઉપરાંત દંતેવાડા વિધાનસભાનાં હાડાવાડ, કિડલીરાસ, કોટા વિધાનસભાનાં મારૂકી, બોડપલ્લી, મિચનાર, બોરદેમ, ગોરખા અને બસ્તર જિલ્લાનાં હગુઆ, કુદૂર અને તુરમેલ વિધાનસભા ક્ષેત્રોમાં વોટીંગ મશીન લૂંટી લીધા હતાં.

સુત્રોનાં જણાવ્યા મુજબ કર્મચારીઓને શોધવા માટે પોલીસ વધુ દળોને મોકલી આપ્યા છે. જો કે તેનાથી વધુ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી.

Share this Story:

Follow Webdunia gujarati