Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દેશમાં તો ખરી જ વિદેશમાં પણ મોદી મેજિકને ફેલાવવાની તૈયારીઓ

ગુજરાત સમાચાર

દેશમાં તો ખરી જ વિદેશમાં પણ મોદી મેજિકને ફેલાવવાની તૈયારીઓ
, બુધવાર, 18 ડિસેમ્બર 2013 (13:24 IST)
P.R
તાજેતરમાં યોજાયેલી પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલાં ઉત્સાહજનક પરિણામો અને સફળતા બાદ હવે ભાજપ લોકસભાની ચૂંટણીમાં ઊભી થયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાનના મોદી મેજિકને હવે લોકસભા ઈલેક્શનમાં વાવાઝોડા સ્વરૃપે ત્રાટકવા માટે તૈયારી કરી રહી છે. મોદી નામનો મેજિક દેશ અને દુનિયાભરમાં ફેલાવવા માટે તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે. આ અંતર્ગત દરેક રાજ્યોના યુવા છાત્રો ઉપરાંત વિદેશોમાં મોદીની આગવી છબીનું નિર્માણ, મુસ્લિમ ધર્મગુરુઓ અને બુદ્ધિજીવી તેમજ અન્ય નેતાઓ સાથેના સંપર્કો સાધવાની કવાયત ભાજપે શરૃ કરી દીધી છે. છેલ્લાં દસ વર્ષ દરમિયાન ભાજપને પક્ષમાં જે પણ નાણાંકીય સહાય મળી છે તેનાથી અનેક ઘણી વધારે સહાય પક્ષમાં વિદેશમાંથી પ્રાપ્ત થાય તે પ્રમાણેની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

ચાર રાજ્યમાં ભાજપે મેળવેલી વિધાનસભા ચૂંટણીઓની સફળતા બાદ હવે લોકસભામાં ૨૭૨નો જાદુઈ આંક મેળવવા માટે પક્ષે જોરશોરથી તૈયારીઓ શરૃ કરી દીધી છે. જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં પક્ષની રાષ્ટ્રીય પરિષદ અને રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઈને ત્રણ દિવસ મંથન કરવામાં આવશે. કોંગ્રેસને ચાર રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં પરાજય આપ્યા બાદ ભાજપને હવે વિશ્વાસ છે કે, લોકસભામાં ૨૦૦નો આંકડો વટાવવામાં સફળ બનશે. પક્ષને બહુમત માટે ૨૭૨નો આંક જરૃરી છે. આ ટાર્ગેટ સરળતાપૂર્વક પૂરો થાય તેવો વિશ્વાસ હવે પક્ષને મળી ગયો છે. વિપક્ષી નેતા અને ભાજપના સિનિયર નેતા અરુણ જેટલીએ કહ્યું હતું કે, પક્ષને ૩૦૦ સીટો સુધી લોકસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે તકલીફ પડશે નહીં.

દિલ્હી સ્થિત ૫૭ દેશના રાજદૂતનો પક્ષ દ્વારા સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તેમને નરેન્દ્ર મોદીના વિકાસ મોડલ, ગુજરાતનું સુશાસન અને ગુજરાતના વિકાસની જાણકારી આપવામાં આવી રહી છે. આ તમામ દેશોના રાજદૂતોને ગુજરાત અને નરેન્દ્ર મોડલથી પ્રભાવિત કરવામાં આવી રહ્યા છે. ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ચીન જેવા દેશોનું વલણ મોદી પ્રત્યે સકારાત્મક બનાવવાની દિશામાં મોદીની ટીમને સફળતા મળી છે. અમેરિકા સાથે સતત આ દિશામાં પ્રયત્નો થઈ રહ્યા છે.

મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ થઈ રહેલ મુસલમાનોનું ધ્રુવીકરણ રોકવા ઉત્તરપ્રદેશ તેમજ બિહારની સાથે દક્ષિણ ભારત અને પૂર્વોત્તર મુસ્લિમ નેતાઓને પણ સાથે લેવાની કોશિશ કરવાનું કાર્ય શરૃ કરી દેવામાં આવ્યું છે. કેટલાક મોટા ગજાના મૌલાનાઓ, ઉલેમાઓ અને ઈમામો દ્વારા કોંગ્રેસ ઉપર રાજનૈતિક હુમલો કરવાની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર મોદીની ઈમેજ બનાવવાનું કામ કરવા માટે એનઆરઆઈ અને સંઘની સ્પેશિયલ ટીમે કામે લાગી છે.

Share this Story:

Follow Webdunia gujarati