Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તો યોગેન્દ્ર અને પ્રશાંતની AAP પીએસીમાંથી વિદાય થશે !!

તો યોગેન્દ્ર અને પ્રશાંતની AAP પીએસીમાંથી વિદાય થશે !!
નવી દિલ્હી. , સોમવાર, 2 માર્ચ 2015 (11:15 IST)
આમ આદમી પાર્ટીમાં મચેલ ઘમાસાન ખતમ થવાનુ નામ નથી લઈ રહ્યુ. સૂત્રોનુ માનીએ તો પાર્ટીની રાજનીતિક મામલાની સમિતિમાંથી યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણની વિદાય નક્કી છે. આપ રાષ્ટ્રીય કાર્યકારિણીની આગામી 2-3 દિવસમાં બેઠક થઈ શકે છે. તેમા આ મોટો નિર્ણય લઈ શકાય છે. 
 
પાર્ટીની આ બેઠકમાં યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણને પીએસીમાંથી બહાર કરવાનુ એલાન થઈ શકે છે. પ્રશાંત પર અંદરખાનેથી ચિઠ્ઠીયો લીક કરવાનો પણ આરોપ લાગી રહ્યો છે. બંને નેતાઓને પીએસીમાંથી બહાર કરવાનો નિર્ણયનુ એક મોટો કારણ એ પણ છે કે બંને દેશના બીજા રાજ્યોમાં પણ પાર્ટી દ્વારા ચૂંટણી લડવાની તૈયારીઓ છે. જ્યારે કે કેજરીવાલ આ વાત માનવા તૈયાર નથી. 

યોગેન્દ્રનુ ટ્વીટ 
 
આજે યોગેન્દ્ર યાદવે ટ્વીટ કરી કહ્યુ.. દિલ્હીમાં મોટી જીત પછી હવે સમય છે  કામ કરવાનો. દેશને અમારી પાસેથી અનેક આશાઓ છે. નાની ભૂલોને લઈને લોકોની આશાઓને ધ્વસ્ત ન કરો. છેલ્લા બે દિવસથી મીડિયામાં મારા અને પ્રશાંત ભૂષણ વિશે સમાચાર છે. આધારહિન આરોપો લગાવાય રહ્યા છે. ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે. આવા સમાચારો પર હુ ક્યારેક હસુ છુ તો ક્યારેક દુ:ખ પણ થાય છે.  જેણે પણ આ સ્ટોરી ચલાવી છે એ તેના મગજની ઉપજ હ્ચે.  મોટી જીત પછી હવે કામ કરવાની જરૂર છે. આ પહેલા પાર્ટીમાં મતભેદોના સમાચાર પર યોગેન્દ્ર યાદવે કહ્યુ હતુ કે તેમના અને કેજરીવાલની વચ્ચે કોઈ મતભેદ નથી.  તેમણે એ પણ કહ્યુ કે આંતરિક લોકપાલની તરફથી જે મુદ્દા ઉઠાવાયા છે એ પાર્ટીનુ આંતરિક લોકતંત્ર દર્શાવે છે. પાર્ટીના આંતરિક લોકપાલ રામદાસના પત્ર પર યોગેન્દ્રએ કહ્યુ કે તેમના લેટર પર પાર્ટી જ કોઈ નિર્ણય લેશે કારણ કે તેઓ પાર્ટીના સભ્ય નથી.  કેજરીવાલ સીએમ રહેતા પાર્ટીના સંયોજકના પદ પર પણ રહી શકે છે. કારણ કે તેઓ પાર્ટીનો લોકપ્રિય ચહેરો છે અને પાર્ટીને તેમની જરૂર છે.  

Share this Story:

Follow Webdunia gujarati