Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તેજપાલનો થયો પોટેંસી ટેસ્ટ, જાણો શુ હોય છે પોટેંસી ટેસ્ટ

ગુજરાત સમાચાર

તેજપાલનો થયો પોટેંસી ટેસ્ટ, જાણો શુ હોય છે પોટેંસી ટેસ્ટ
, સોમવાર, 2 ડિસેમ્બર 2013 (15:09 IST)
P.R
તહલકા મેગેઝીનના પૂર્વ સંપાદક તરુણ તેજપાલનો સોમવારે સવારે પોંટેસી ટેસ્ટ કરવામાં આવ્યો. પોલીસે તેમને પોંટેસી ટેસ્ટ માટે ગોવા મેડિકલ કોલેજ લઈ ગઈ. ત્યારબાદ તેજપાલને ગોવાના એ હોટલમાં પણ લઈ ગયા જ્યા યુવતીનુ યૌન શોષણ થયુ હતુ.

જીલ્લા અને સેશંસ કોર્ટમાં અગ્રિમ જામીન અરજી રદ્દ થયા બાદ તેજપાલની શનિવારે રાત્રે નવ વાગે ધરપકડ કરવામાં આવી હતી. તેઓ છ દિવસની પોલીસ રિમાંડ પર છે. તેજપાલને જેલમાં હત્યાના આરોપીઓ સાથે મુકવામાં આવ્યા. સાથી કેદીઓએ તેજપાલને પૂછવા માંગતા હતા કે તેઓ કયા કેસમાં બંધ છે. પણ તેમને કોઈએ જવાબ ન આપ્યો. તેજપાલે સૂવા માટે ઘરેથી ગાદી મંગાવી હતી, જેલ અધિકારીઓએ નિયમનો હવાલો આપીને ગાદી તેમના સુધી ન પહોંચવા દીધી. તેજપાલને જેલની ઓરડીમા પંખો લગાવવા માટે પણ કોર્ટ પાસેથી મંજૂરી માંગી છે. એવુ કહેવાય છે કે રવિવારની રાતે તેઓ વ્યવસ્થિત સૂઈ ન શક્યા. રાત્રે બે વાર તેઓ પાણી પીવા ઉઠ્યા હતા.

સોમવારે સવારે જ્યારે તેજપાલને પોટેંસી ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા તો તેમનો ચેહરો સૂજેલો હતો અને આંખો લાલ હતી યૌન શોષણના કેસમાં પોટેંસી ટેસ્ટ મતલબ પુરૂષત્વ પરીક્ષણ કરવામાં આવે છે. ઘણા કેસમાં એવુ બને છે કે આરોપી શારીરિક ક્ષમતાનો હવાલો આપતા કહે છે કે તેમા સેક્સ કરવાની તાકત નથી તો ચિકિત્સક તપાસ દ્વારા તેની આ ક્ષમતાની જાણ થાય છે. આ ટેસ્ત 10 થી 15 મિનિટમાં સહેલાઈથી એ વ્યક્તિની શારીરિક સંબંધ બનાવવાની ક્ષમતા વિશે બતાવી દે છે. આ પહેલા પોટેંસી ટેસ્ટ થતો હતો તેમા આખી રાતનો સમય લાગતો હતો. જો કે પોટેંસી ટેસ્ટ માટે વયનું કોઈ મહત્વ નથી.

webdunia
P.R
પોટેંસી ટેસ્ટને ડોક્ટરી ભાષામાં પાઈપ ટેસ્ટ કહેવામાં આવે છે. જેમા પાપાવેરીન અને ફેંટાલોનીનને મિક્સ કરી એક ઈંજેક્શન આપવામાં આવે છે. આ ઈંજેક્શનની અસરથી લોહીની વેન્સ ટાઈટ થવા માંડે છે. ડોક્ટર તેને અલ્ટ્રાસાઉંડ મશીન સાથે જોડીને સ્કીન પર જુએ છે. તેના દ્વારા એ જાણ થઈ શકે છે કે પ્રાઈવેટ પાર્ટમાં થઈ રહેલ બ્લડની સપ્લાય નોર્મલ છે કે ઓછી છે, ઘણીવાર ઈંજેક્શન લગાવ્યા વગર પણ ટેસ્ટ કરવામાં આવે છે.

ડોક્ટરોના મુજબ 'પ્રથમ ચરણમાં શરીરના પ્રાઈવેટ પાર્ટ્સને હાથ વડે અડકીને તેની હરકત વિશે જાણવામાં આવે છે. બીજી બાજુ કોઈ વ્યક્તિને ઈંજેક્શન લગાવવાથી જો તેના લોહીની નોર્મલ સપ્લાઈ ઉપરની દિશામાં 25 સેમી પ્રતિ સેકંડથી થાય છે તો તેનો મતલબ છે કે એ વ્યક્તિ શારીરિક રિલેશન બનાવવામાં સક્ષમ છે.

Share this Story:

Follow Webdunia gujarati