Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તમિલનાડુમાં પાટા પરથી ઉતરી ચેન્નઈ-મેંગલોર એક્સપ્રેસ, 38 ઘાયલ

તમિલનાડુમાં પાટા પરથી ઉતરી ચેન્નઈ-મેંગલોર એક્સપ્રેસ, 38 ઘાયલ
ચેન્નઈ. , શુક્રવાર, 4 સપ્ટેમ્બર 2015 (11:47 IST)
તમિલનાડુના કડ્ડાલોરમાં શુક્રવારે ચેન્નઈ-મેંગલોર એક્સપ્રેસ પટરીથી ઉતરી ગઈ. ટીવી રિપોર્ટ્સ મુજબ 38 મુસાફરો ઘાયલ થઈ ગયા. તેમાથી ઓછામાં ઓછી 25 સ્ત્રીઓ છે. 
 
દુર્ઘટના રાત્રે બે વાગ્યે બની. ટ્રેન ન7બે 16859 chennai Egmore Mangalore સેટ્ર્લ એક્સપ્રેસ પૂવનોર રેલવે સ્ટેશનના નિકટ પાટા પરથી ઉતરી. ઘાયલોને નિકટના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.  ઘાયલો સાથે મુલાકાત કરવા કડ્ડલોરના કલેક્ટૃર એસ સુરેશ કુમાર પહોંચ્યા. બીજી બાજુ સવાર સુધી પાટા પર ડિરેલ કોચોને હટાવી દેવામાં આવ્યા. પોલીસે કોઈ તોડફોડને કારણે દર્ઘટના થવાની આશંકાઓને નકારી. શરૂઆતની રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે કુલ છ કોચ પાટા પરથી ઉતરી. દુર્ઘટનાને કારણ કેટલીક ટ્રેનોનો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો.  શુક્રવાર બપોર સુધી ટ્રેનોની અવરજવર નોર્મલ થવાની આશા છે. 

Share this Story:

Follow Webdunia gujarati