Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ડ્રેગનના વિરોધ પર LAC પર 54 ચૌકીઓ બનાવશે ભારત, ડ્રોન પર નજર રાખવાની તૈયારી

ડ્રેગનના વિરોધ પર  LAC પર 54 ચૌકીઓ બનાવશે ભારત, ડ્રોન પર નજર રાખવાની તૈયારી
નવી દિલ્હી , શનિવાર, 25 ઑક્ટોબર 2014 (11:20 IST)
. ચીનના વિરોધ છતા ભારતની સીમા પર ઈંફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલ પોતાની તૈયારીઓ ઝડપી કરી નાખી છે. સરકારે અરુણાચલ પ્રદેશમાં ચીન સીમા પર 54 ચૌકીઓ બનાવવાનો નિર્ણય કર્યો છે. સાથે જ માળખાગત નિર્માણ માટે 175 કરોડ રૂપિયાના પેકેજની પણ જાહેરાત કરી છે. ગૃહ મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે આઈટીબીપીના 53મા સ્થાપના દિવસ પર કહ્યુ કે અરુણાચલમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર અભી ચૌકીઓ વચ્ચે ખૂબ નિર્ણય કરી રહી છે. તેમા ચીન અને પાકિસ્તાન બંને દેશો સાથે લગતી સામેલ થશે. 
 
ચીન કરતુ રહ્યુ છે વિરોધ 
 
ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા પર નવી ચૌકીઓ બનાવતા અને કોઈપણ માળખાગત વિકાસનો વિરોધ કરતુ રહ્યુ છે. આવામાં 54 નવી ચૌકીઓ બનાવવના ભારતના પગલા ખૂબ જ મુખ્ય માનવામાં આવી રહ્યા છે. રાજનાથે કહ્યુ કે ચીનની સાથે ભારત શાંતિપૂર્ણ સંબંધ બનાવવા માંગે છે. પણ સન્માન કોઈ સમજૂતી નથી કરવામાં આવશે  
સીમા પર નજર રાખશે ડ્રોન 
સૂત્રોએ જણાવ્યુ કે ચીન દ્વારા વાસ્તવિક નિયંત્રણ રેખા પર સતત ઘુસપેઠ અને પાકિસ્તાન દ્વારા સીમા પર સીઝફાયરનુ ઉલ્લંઘન કરવાની ઘટનાઓને ધ્યાનમાં રાખતા સુરક્ષામાં ડ્રોન વિમાનોની મદદ લેવામાં આવશે.  
 
જેનો હેતુ બીએસએફ અને આઈટીબીપીની હવાઈ પરિક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવાની છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ બીએસએફ પ્રમુખ ડીકે પાઠકે ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજિજુને હવાઈ સુરક્ષા સંબંધમાં એક પ્રેજેંટેશન આપવામાં આવ્યુ હતુ. 
 

Share this Story:

Follow Webdunia gujarati