Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટ્વિટર પર સલમાનનુ કમબેક

ટ્વિટર પર સલમાનનુ કમબેક
નવી દિલ્લી. , બુધવાર, 22 સપ્ટેમ્બર 2010 (16:09 IST)
N.D
મુંબઈ હુમલા પર આપેલ પોતાના વિવાદાસ્પદ નિવેદન પછી માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ટ્વિટર સાથે સંબંધ તોડનારા 'દબંગ' સ્ટાર સલમાન ખાન ટ્વિટિંગની દુનિયામાં પરત ફર્યા છે.

આની જાહેરાત કરતા સલમાને ટ્વીટ કર્યુ કે કમાલ કરો છો યાર ! ટ્વિટર પર મારા પરત ફરવાની ઈચ્છા રાખનારાઓ તમારો ખૂબ ખૂબ આભાર. આને છોડવા બદલ તમારી માફી માંગુ છુ.

પોતાની ફિલ્મ દબંગની રેકોર્ડતોડ સફળતાને લઈને ખૂબ જ ચર્ચામાં ચાલી રહેલા સલમાને કહ્યુ કે તમે આ વાતને સમજવાની કોશિશ કરો કે હું કંઈ પણ ટ્વીટ કરુ છુ તો તેનાથી મારા મિત્ર અને પરિવારવાળા ભયભીત થઈ જાય છે.

દબંગમાં ચુલબુલ પાંડેની દમદાર ભૂમિકા નિભાવનારા સલ્લુ મિયાએ ટ્વિટર પર ફોટો નાખીને બતાવ્યુ કે રાજો(સોનાક્ષી સિન્હા)તેમની આંગળી પર પોતાનો ફોટો બનાવી રહી છે. દબંગે કહ્યુ કે આ જુઓ સોનાક્ષી ચુલબુલ પાંડે બનાવી રહી છે.

ટ્વિટર પર પરત ફર્યા પછી દાર્શનિક અંદાજમાં નજર આવી રહેલા દબંગે કહ્યુ કે હિન્દુ, મુસ્લિમ, સિખ, ઈસાઈ બધા છે ભાઈ ભાઈ. લડતા નહી, ઝગડવુ નહી, લડવુ નહી બસ એકબીજાને પ્રેમ કરવો. આપણે બધા સાથે છીએ.

અત્રે એ ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના એક ચેનલે મુંબઈ હુમલાને લીને આપેલ ઈંટરવ્યુને લઈને સલમાન વિવાદમાં પડી ગયા હતા. જો કે સલમાને પોતાના આ નિવેદન પર દેશવાસીઓ પાસે માફી માંગી લીધી પરંતુ તેમણે આ સાથે જ ટ્વિટર સાથે સંબંધ તોડવાની જાહેરાત પણ કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati