Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટુરિઝમ રોડ શો લેટસ ટોક મધ્યપ્રદેશ દ્વારા અતુલ્ય ભારતના હૃદયનો જાદુ છવાયો

ટુરિઝમ રોડ શો લેટસ ટોક મધ્યપ્રદેશ દ્વારા અતુલ્ય ભારતના હૃદયનો જાદુ છવાયો
, સોમવાર, 18 જુલાઈ 2016 (15:20 IST)
મધ્યપ્રદેશ રાજ્ય કે જે રાષ્ટ્રનો ખરો સાંસ્કૃતિક વારસો રજૂ કરે છે જેમાં વિવિધ સમુદાયો, કાસ્ટ અને જીવનધોરણનો સમન્વય  છે અને તે હમેશા પ્રવાસીઓનું મોટું આર્કષણ છે. ૬ નેશનલ ટુરિઝમ એવોર્ડસ વિજેતા મધ્યપ્રદેશ દેશના આર્થિક વિકાસ સાધતા રાજ્યોમાં અગ્રણી રાજ્ય છે અને તેમાં પ્રવાસન ક્ષેત્રે રોકાણની વિશાળ તકો પણ રહેલી છે. આ પ્રસંગે મધ્યપ્રદેશ પ્રવાસનના એમડી તન્વી સુનદ્રિયાલ ઉપસ્થત રહ્યાં હતાં. 
મધ્યપ્રદેશ હમેશા વિવિધતાપૂર્ણ આર્કષણો રજૂ કરે છે. વિશાળ વન વિસ્તાર ધરાવતા રાજ્ય તરીકે તે ૭૭૭૦૦ સ્ક્વેર કિમીનો વિસ્તાર સાલના વૃક્ષોથી વાંસ અને વન્ય પશુ પક્ષીઓના હોટ સ્પોટ સાથે આવરી લે છે, જેમાં ૯ નેશનલ પાર્ક અને ૨૫ વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરીઝ જેમકે સાતપુડા વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી અને ચંબલ ઘડિયાલ સેન્ચુરી તેમજ ૩ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટસ ખજૂરાહો, ભીમબેટકા અને સાંચીનો પણ સમાવેશ થઈ જાય છે.
મધ્યપ્રદેશ જેમને જે રીતે ફરવાની ઈચ્છા હોય એ પ્રમાણેની ઓફર કરી શકે તેમ છે જેમાં સુંદર આર્કિટેક્ચરલ સાઈટસ જેમકે ગ્વાલિયર અને માંડુ, મંત્રમુગ્ધ કરે દે તેવા જળાશયો જેમકે ઈન્દ્રસાગર, બાનસાગર, તવા સામેલ છે તો આનંદપૂર્ણ સાંસ્કૃતિક ઈવેન્ટસ ખજૂરાહો ડાન્સ ફેસ્ટીવલ, માલવા ઉત્સવ,  તાનસેન ફેસ્ટીવલ, અલાઉદ્દીન મ્યુઝિક ફેસ્ટીવલ પણ અહીં જોવા મળી શકશે. તમારા હૃદયને જીતવા માટે મધ્યપ્રદેશ કોઈ કમી રાખતું નથી. 
પત્રકાર પરિષદમાં મધ્યપ્રદેશ પ્રવાસન વિભાગના એમડી તન્વી સુન્દ્રિયાલે કહ્યું હતું, મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડ માટે અમદાવાદમાં રોડ  શોનું આયોજન  કરવો એ આનંદની વાત છે. અમે મધ્યપ્રદેશને ભારતનું  હૃદય કેમ કહીએ છીએ તેનું કારણ છે અને તે માત્ર ભૌગોલિક કારણ નથી. મધ્યપ્રદેશ દેશનો અરીસો છે કેમકે તે બહુભાષી, બહુસાંસ્કૃતિક અને બહુધર્મી જીવનશૈલીને  રજૂ  કરે છે અને અમને અમારી આ  વિવિધતાનું ગૌરવ છે. 
માળવા  અને નિમાર પ્રદેશો તેમના હેન્ડબ્લોક પ્રિન્ટેડ કોટન ટેક્સટાઈલ્સ માટે જાણીતા છે જેમાં ખાસ કરીને બાઘ પ્રિન્ટસ અને ચંદેરી માટે તે પ્રખ્યાત છે. આ  ઉપરાંત અન્ય અનોખી વિશેષતાઓ જેમકે દુનિયાની પ્રથમ બ્રોડ ગેજ રેઈલ  રેસ્ટોરાં અને ભોપાલનું સૈર સપાટા અને હોલીડે ઓન વ્હીલ્સ કારવાં ટુરિઝમ દ્વારા રજુ કરવામાં આવે છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

OMG ! દુર્ઘટનામાં મૃત્યુ પછી આ રીતે ઉઠી આત્મા