Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જે થઈ રહ્યુ છે તેમા કશુ જ ખોટુ નથી..કોઈને ખરાબ લાગે તો લાગે - મોહન ભાગવત

જે થઈ રહ્યુ છે તેમા કશુ જ ખોટુ નથી..કોઈને ખરાબ લાગે તો લાગે - મોહન ભાગવત
નવી દિલ્હી. , સોમવાર, 22 ડિસેમ્બર 2014 (11:38 IST)
ધર્મ પરિવર્તન પર વિશ્વ હિન્દુ પરિષદના નેતા અશોક સિંઘલે એકવાર ફરી નિવેદન આપ્યુ છે. અશોક સિંઘલે કહ્યુ છે.. જંગલમાં રહેનારા લોકોને ઈસાઈ બનાવીને તેમના હાથમાં બંદૂક થમાવી દેવામાં આવે છે. તેથી આવા લોકોને પરત લાવવા જરૂરી છે. 
 
દિલ્હીના રોહિણીમાં વનવાસી રક્ષા પરિવાર કુંભ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં હાજર સિંઘલે ઘર્મ પરિવર્તનના મુદ્દે આ મોટુ નિવેદન આપી દીધુ. સિંઘલે જે કાર્યક્રમમાં આ વાત કરી તેમા આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પણ હાજર હતા. ભાગવતે પણ સ્પષ્ટ કહી દીધુ કે જે થઈ રહ્યુ  છે તેમા કશુ જ ખોટુ નથી. 
 
દિલ્હીના વનવાસી રક્ષા પરિવાર કુંભ કાર્યક્રમમાં આરએસએસ પ્રમુખ ભાગવતે કહ્યુ.. વનવાસીઓને એ અનુભવ કરાવવો પડશે કે સમાજ તેમની સાથે ઉભો છે. કોઈને ખરાબ લાગે તો લાગે.. અમે સારુ કામ કરી રહ્યા છે. 
 
VHPના અશોક સિંઘલે કહ્યુ. - અમે ધર્માતરણ માટે નહી.. દિલ જીતવા માટે નીકળ્યા. મુસ્લિમો અને ઈસાઈઓને વિશ્વ યુદ્ધના જવાબદાર બતાવાયા. 
 
આ પહેલા ગઈકાલે અશોક સિંઘલે કહ્યુ હતુ કે અમે ધર્મ પરિવર્તન માટે નહી પણ લોકોના દિલ જીતવા માટે નીકળ્યા છે. ઈસ્લામ અને ઈસાઈ જે કરી રહ્યા છે તેનાથી લાગી રહ્યુ છે કે દુનિયા યુદ્ધના સામે ઉભી છે. અશોક સિંઘલે આરોપ લગાવ્યો છે કે ઈસ્લામ. ઈસાઈ અને કમ્યુનિસ્ટ વિશ્વ યુદ્ધના ખેલાડી છે. તેમણે કહ્યુ કે અમે તેમા સામેલ નથી.  
 
 
આરએસએસને શુ જોઈએ ?  વિકાસ કે હિન્દુ રાષ્ટ્ર  ?
 
ધર્માતરણ પર મોહન ભાગવત અને અશોક સિંઘલ જેવા નેતાઓથી અલગ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનુ વલણ નરમ દેખાય રહ્યુ છે. સુષ્માએ ઈંડિયન એક્સપ્રેસને કહ્યુ કે સમાજમાં સહનશીલતા વધારવા અને હળીમળીને સાથે રહેવાની જરૂર છે. 
 
દિલ્હી કૈથોલિક ચર્ચના પ્રવક્તા ફાધર સબરી મુત્તુએ કહ્યુ છે કે આ મામલે પીએમે આગળ આવીને નિવેદન આપવુ જોઈએ. 
 
વિકાસના વચન પર સત્તામાં આવેલ મોદી સરકારે હવે સંઘ અને પોતાના સાંસદોની નિવેદનબાજીથી મુશ્કેલીમાં છે. ધર્માતરણ વિવાદ પર બીજેપી સાંસદોની નિવેદનબાજીથી નારાજ પીએમે તેમને સખત શબ્દોમાં ચૂપ રહેવાની સલાહ આપી હતી. પણ હવે સંઘ પ્રમુખ આગળ વધીને ધર્માતરણની વકાલાત કરી રહ્યા છે અને પીએમ ચૂપ છે. 
 
કેરલમાં ધર્મ પરિવર્તન 
 
કેરલના અલપ્પુઝા જીલ્લામાં પણ ધર્મપરિવર્તનનો મામલો સામે આવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આ ધર્મપરિવર્તન કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. ઈસાઈ ધર્મને માનનારા 8 પરિવારોએ 30 સભ્યોનુ ધર્મ પરિવર્તન કરાવ્યુ. આ કાર્યક્રમ હિદ્નુ રીત રિવાજની સાથે સવારે શરૂ થયો જેમા મોટી સંખ્યામાં લોકો જોડાયા. વીએચપીના સ્થાનીય નેતા પ્રતાપના મુજબ આ ધર્માતરણ આ બધા પરિવારોની સહમતિથી કરવામાં આવ્યુ. કોઈ બળજબરી નહોતી કરવામાં આવી. 
 
ગુજરાતના વલસાડમાં VHPના કાર્યક્રમમાં 300 લોકોને ઈસાઈમાંથી હિન્દુ બનાવાયા. ગઈકાલે RSS પ્રમુખ ભાગવતે કહ્યુ હતુ જેમને વાંધો હોય તેઓ કાયદો બનાવે. 
 
પ્રતાપના મુજબ 25 ડિસેમ્બરના રોજ કેરલમાં આ જ પ્રકારનુ મોટુ આયોજન કરવામાં આવશે. દેશમાં ધર્માંતરણ પર મચેલ બવાબ વચ્ચે મધ્યપ્રદેશના રતલામમાં ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યો છે. રતલામમાં 12 ડિસેમ્બરના રોજ લાયંસ હોલ ઈંડિયન પેન્ટીકોસ્ટલ ચર્ચ ઓફ ગોડ અને યૂનાઈટેડ ક્રિશ્ચિયન કૌસિલના દ્વારા એક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા ધર્માંતરણ કરવામાં આવવાનુ હતુ પણ તેની ભાળ પડતા જ હિન્દુવાદી સંગઠન ત્યા પહોંચી ગયા અને સૂચના પર પોલીસ પણ ત્યા પહોંચી. પ્લીસે લોકોના નિવેદન લઈને તપાસ શરૂ કરી દીધી છે. 
 
ઉલ્લેખનીય છે કે શનિવારે ગુજરાતના વલસાડમાં ધર્મ પરિવર્તન થયુ. વિશ્વ હિન્દુ પરિષદે પોતાના કાર્યક્રમ ઘર વાપસી હેઠળ 300 ઈસાઈઓને હિન્દુ બનાવ્યા છે.  વિશ્વ હિન્દુ પરિષદનુ કહેવુ છે કે આગળ પણ આ જ રીતે લોકોનો ઘર વાપસી કાર્યક્રમ ચાલુ રહેશે. 

Share this Story:

Follow Webdunia gujarati