Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જેડી-યુનું બિહાર લીસ્ટ જાહેર

દિગ્વિજય-જ્યોર્જ બહાર

જેડી-યુનું બિહાર લીસ્ટ જાહેર

ભાષા

નવી દિલ્હી , રવિવાર, 22 માર્ચ 2009 (17:42 IST)
જનતા દળ યુનાઈટેડે લોકસભા માટે બિહારનાં 25 ઉમેદવારોની ઘોષણા કરી છે. પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ યાદવ મધેપુરાથી લડશે. જ્યારે જ્યોર્જ ફર્નાન્ડિઝ ખરાબ સ્વાસ્થ્યને કારણે ચુંટણી નહીં લડે. તો દિગ્વિજયસિંહને પાર્ટીએ ટીકિટ આપી નથી.

શરદ યાદવે બિહારનાં 25, ઝારખંડ અને ગુજરાતનાં બે-બે ઉમેદવારોની ઘોષણા કરી હતી. જ્યોર્જની ખરાબ તબીયતને કારણે ટીકિટ ન આપી હોવાનું તેમણે જણાવ્યું હતું. તો પૂર્વ મંત્રી જયનારાયણ નિષાદને મુઝફ્ફનગરથી લડવા માટે ટીકિટ આપવામાં આવી છે.

તો દિગ્વિજયસિંહને ટીકિટ ન આપવા અંગે યાદવે કોઈ જવાબ આપ્યો ન હતો. પણ તેમણે જણાવ્યું હતું કે ટીકિટ આપતાં પહેલાં જે તે વિસ્તારોમાં સર્વેક્ષણ કરવામાં આવ્યા હતા. જેના આધારે ટીકિટ આપવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati