Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જયરામની નજરમાં રાહુલ ગાંધી 'ડ્રામેબાજ' બોલ્યા તેમના કામકાજથી પરેશાન છુ

જયરામની નજરમાં રાહુલ ગાંધી 'ડ્રામેબાજ' બોલ્યા તેમના કામકાજથી પરેશાન છુ
નવી દિલ્હી. , બુધવાર, 6 નવેમ્બર 2013 (13:43 IST)
P.R


કોંગ્રેસના નેતા અને યૂપીએ સરકારના મંત્રી જયરામ રમેશે બીજેપી અને નરેન્દ્ર મોદીના ચૂંટણી અભિયાનની હવા કાઢવાના ચક્કરમાં પોતાના જ નેતા રાહુલ ગાંધીની ચુંટણી રણણીતિ પર પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે કહ્યુ, 'જો મોદી 2014ની ચુંટણી હારે છે તો તેમની સ્ટોરી ખતમ થશે. તેમનો ફુગ્ગો ફુટી જશે. પણ રાહુલ ગાંધી જો ચુંટણીમાં સારુ પરિણામ નહી લાવે તો પણ તેઓ રાજનીતિમાં કાયમ રહેશે. પણ મને એ વાતને લઈને નિરાશા છે કે રાહુલ ગાંધી ખૂબ આગળનુ વિચારે છે, સિસ્ટમ વિશે વાતો કરે છે.

કેન્દ્રીય ગ્રામીણ મંત્રી જયરામ રમેશનુ માનવુ છે કે રાહુલ ગાંધીએ આવનારા ચુંટણી પર ફોક્સ કરવુ જોઈએ. જ્યારે કે રાહુલ વધુ આગળનુ વિચારે છે. એક વિદેશી સમાચાર એજંસીને આપેલ ઈંટરવ્યુમાં જયરામ રમેશે કહ્યુ કે રાહુલ ગાંધી સિસ્ટમને બદલવાની વાત કરે છે, જ્યારે કે હાલ ચુંટણી માથા પર છે. કોંગ્રેસે મોદીને રોકવા માટે રણનીતિ તૈયાર કરવી પડશે, અમે તેમને આમ જ નથી ટાળી શકતા.

રમેશને પૂછવામાં આવેલ પ્રશ્ન બીજેપીના પીએમ પદના ઉમેદવાર મોદીને કોંગ્રેસ પાર્ટી કયા નજરિયાથી જુએ છે, ના જવાબમાં તેમણે કહ્યુ કે મોદીની વધતી લોકપ્રિયતાને નજરઅંદાજ નથી કરી શકાતી. પણ મોદી તેમની પાર્ટી માટે કોઈ ખતરો નથી. તેમણે કહ્યુ કે મોદીએ તેમની પાર્ટીને ટોચ પર મુકી દીધી છે.

જયરામ રમેશે રાહુલ ગાંધી દ્વારા વધુ વાત ન કરવા કે પ્રેસ કોંફરેંસને લઈને પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં કહ્યુ, 'ચોક્કસ રીતે અત્યાર સુધી રાહુલ ગાંધી પણ ખૂબ કમ્યુનિકેટિવ સાબિત નથી થયા.' રમેશ આટલેથી જ રોકાયા નહી તેમણે કહ્યુ સપ્ટેમ્બરમાં રાહુલ ગાંધીના એ સ્ટેંડને 'મોટુ નાટક' કહ્યુ જેમા તેમણે નેતાઓને બે વર્ષથી વધુ સજા મળે તો તેમની સંસદ સદસ્યતા રદ્દ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટવાના પોતાની જ સરકારના વટહુકમને બકવાસ કહ્યુ હતુ. રમેશનુ કહેવુ છે કે તેઓ પણ આ વટહુકમના હકમાં હતા. રમેશે આને કોંગ્રેસમાં પેઢી પરિવર્તનની મિસાલના રૂપમાં જુએ છે.

Share this Story:

Follow Webdunia gujarati