Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જમ્મુ કાશ્મીર અને ઝારખંડમાં આજે છેલ્લા ચરણનું મતદાન

જમ્મુ કાશ્મીર અને ઝારખંડમાં આજે છેલ્લા ચરણનું મતદાન
, શનિવાર, 20 ડિસેમ્બર 2014 (13:16 IST)
ઝારખંડ વિધાનસભાના પાંચમા અને અંતિમ ચરણનું મતદાન આજે થઈ રહ્યુ છે. આ ચરણમાં સંતાલ પરગનાની 16 સીટો પર મતદાતા પોતાના પ્રતિનિધિને પસંદ કરવા તૈયાર છે. સંતાન પરગના રાજ્યની રાજનીતિનુ કેન્દ્ર છે. અહી મુખ્યમંત્રી હેમંત સોરેનની પ્રતિષ્ઠા દાવ પર છે. સરકારી સ્તર પર ચૂંટણીની બધી તૈયારીઓ પુર્ણ કરી લેવામાં આવી છે. કુલ 208 ઉમેદવારો મેદાનમાં છે. તેમના ભાગ્યનો નિર્ણય 36.62 લાખ મતદાતા કરશે. આ માટે કુલ 4.418 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. 
 
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પાંચમા અને અંતિમ દોરમાં વોટની ચોટ આપવા માટે સંતાલ-પરગના વિસ્તારમાં જોરદાર જોશ જોવા મળી રહ્યો છે. દમકામાં સવારથી જ વોટરોની લાંબી લાઈન લાગી છે. પાકૂડ. દેવઘર. જામતાડામાં પણ આ દ્રશ્ય છે. સવારે સાત વાગતા પહેલા જ વોટર પોલિંગ બૂથ પર એકત્ર થવા લાગ્યા હતા અને સાત વાગતા જ તેમની લાંબી લાઈન લાગી ગઈ. 
 
ચૂંટણી માટે સરકારે પુર્ણ તૈયારી કરી છે. માઓવાદીઓ સાથે નિપટવા માટે અર્ધસૈનિક બળોના જવાન ગોઠવાયેલા રહેશે. 1496 બૂથને સંવેદનશીલ અને 833ને અતિસંવેદનશીલ જાહેર કર્યા છે. આ કેન્દ્રઓ પર ખાસ નજર રહેશે. ચૂંટણી દરમિયાન હેલીકોપ્ટર દ્વારા પણ નજર રાખવામાં આવશે. 

Share this Story:

Follow Webdunia gujarati