Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જમ્મુ-કાશ્મીરમાં 700 આતંકીઓ સક્રિય - ખોડા

જમ્મુ-કાશ્મીરમાં 700 આતંકીઓ સક્રિય - ખોડા
જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિદેશક કુલદીપ ખોડાએ શનિવારે કહ્યુ કે રાજ્યમાં લગભગ 700 આતંકવાદી સક્રિય છે અને ધુસપેઠ કરી રહેલ આતંકવાદીઓને પાકિસ્તાન તરફથી પૈસા અને મદદ મળી રહી છે.

ખોડાએ કહ્યુ કે રાજ્યમં વિવિધ સંગઠનોના લગભગ 700 આતંકવાદી સક્રિય છે. જેમા એ આતંકવાદીઓનો પણ સમાવેશ થઈ શકે છે જે પૂર્વમાં આત્મસમર્પણ કરી ચૂક્યા છે. તેમણે પાકિસ્તાન પર ઘુસણખોરોને ધન અને હથિયાર આપીને મદદ કરવાનો આરોપ પણ લગાવ્યો.

આંતરરાષ્ટીય સીમા અને નિયંત્રણ રેખાની પાસે ધુસપેઠની કોશિશમાં વધારો હોવા વિશે પૂછવા પર તેમને પોલીસ મહાનિદેશકને કહ્યુ કે તાજેતરના વર્ષોમાં આવા પ્રયત્નોમાં ઘટાડો થયો છે અને મોટાભાગના પ્રયત્નોને સુરક્ષા બળે નિષ્ફ્ળ બનાવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati