Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જખૌ ક્ષેત્રમાંથી 18 ભારતીય માછીમારો પકડાયા

જખૌ ક્ષેત્રમાંથી 18 ભારતીય માછીમારો પકડાયા

ભાષા

અમદાવાદ , મંગળવાર, 15 ડિસેમ્બર 2009 (11:31 IST)
પાકિસ્તાની સમુદ્રી સુરક્ષા એજેંસી (પીએમએસએ) એ કચ્છ જિલ્લાના પશ્ચિમી કિનારે અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમાથી 18 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. એજેંસીએ ચાર નૌકાઓ પણ જપ્ત કરી છે. આ માહિતી આજે નેશનલ ફિશવર્કર્સ ફોરમ (એનએફએફ)એ આપી છે.

એનએફએફના ગુજરાત સચિવ મનીષ લોધારીએ જણાવ્યું કે, પીએમએસએએ કાલે આઈએમબી પાસે જખૌ ક્ષેત્રથી 18 ભારતીય માછીમારોની ધરપકડ કરી અને તેની ચાર નૌકાઓ પણ જપ્ત કરી લીધી. આ ક્ષેત્રમાં આ માછીમારો માછલી પકડવા માટગયાં હતાં.

તેમણે કહ્યું કે, અમનકરાચીમાં અમારા સમકક્ષો તરફથી આ માહિતી મળી. કરાચીમાં ધરપકકરવામાં આવેલા આવેલા માછીમારો પર કેસ ચલાવવામાં આવશે.

એનએફએફ અધ્યક્ષ હીરાલાલ શિયાલ અનુસાર, છેલ્લા ત્રણ વર્ષોથી 610 માછીમારો અગાઉથી જ પાકિસ્તાનની અટકાયતમાં છે અને 18 અન્ય માછીમારોની ધરપકડથી તેમની સંખ્યા 628 થઈ ગઈ છે. શિયાલે જણાવ્યું કે, પીએમએસએએ અત્યાર સુધી 433 નૌકાપણ જપ્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે, આ માસની શરૂઆતમાં પણ પીએમએસએ વિસ્તારમાંથી 16 ભારતીમાછીમારોનધરપકકરીનતેમનત્રનૌકાજપ્કરહતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત મહીને ગુજરાત સરકારે પીએમએસએ તરફથી જપ્ત કરવામાં આવેલી તમામ ભારતીય નૌકાઓના માલિકો માટે એક અધિસૂચના જારી કરી હતી. આ અધિસૂચના દ્વારા સુરક્ષા કારણોનો હવાલો આપતા પાકિસ્તાની કબ્જાવાળી નૌકાઓની નોંધણી રદ્દ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati