Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

છત્તીસગઢમાં રાહુલ વિરુદ્ધ અરજી દાખલ

છત્તીસગઢમાં રાહુલ વિરુદ્ધ અરજી દાખલ
રાજનાંદગાવ , ગુરુવાર, 30 ડિસેમ્બર 2010 (10:23 IST)
PTI
વિકિલીક્સના ખુલાસા મુજબ હિંદુવાદી સંગઠનો વિશે કરવામાં આવેલ કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીની ટિપ્પણીને લઈને તેમના વિરુદ્ધ મામલો નોંધવાની માંગણી કરતી અરજી છત્તીસગઢના રાજનાંદગાવમાં જિલ્લા ન્યાયાલયમાં દાખલ કરવામાં આવી છે.

ભાજયુમોના અધ્યક્ષ સૌરભ કોઠાટીએ સાંસદ અને કોંગ્રેસ મહાસચિવ રાહુલના વિરુદ્ધ સ્થાનીક કોર્ટમાં બુધવારે આ અરજી દાખલ કરી. આ અરજી રાહુલના હિંદુ સંગઠનોને લશ્કર-એ-તૈયબાથી વધુ ખતરનાક બતાવવા સંબંધી કથિત ટિપ્પણી વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે વિકિલીક્સના એક ખુલાસા વિરુદ્ધ રાહુલે અમેરિકી રાજદૂત ટીમોથી રોમરને કહ્યુ હતુ કે લશ્કરથી હિંદૂવાદી ચરમપંથી સંગઠન વધુ ખતરનાક છે.

Share this Story:

Follow Webdunia gujarati