Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચીન-પાક સૈન્ય ગઠનથી ભારત સતર્ક - એંટની

ચીન-પાક સૈન્ય ગઠનથી ભારત સતર્ક - એંટની
નવી દિલ્લી , શનિવાર, 28 નવેમ્બર 2009 (09:51 IST)
N.D
ચીન અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય ગઠન બદલ ઉંડી ચિંતા બતાવતા રક્ષા મંત્રી એ કે એંટનીએ આજે કહ્યુ કે ભારતે દરેક સમય સાવચેત રહેવુ જોઈએ.

તેમણે રક્ષા અધ્યયન અને વિશ્લેષણ સંસ્થાનની સ્થાપના દિવસના પ્રસંગે અહી કહ્યુ કે ચીન અને પાકિસ્તાનના સૈન્ય ક્ષેત્ર વચ્ચે ગઠન એક ચિંતાનો મોટો વિષય બની ગયો છે. એંટનીએ કહ્યુ કે અમને સતત ચીનની સૈન્ય ક્ષમતાઓનુ અવલોકન કરવુ પડે છે અને તેના મુજબ મારી પ્રતિક્રિયાઓને ઢાળવી પડે છે. આ સાથે જ અમારે દરેક સમયે સતર્ક રહેવુ પડે છે. ભારતનુ માનવુ છે કે ચીન પાકિસ્તાનનુ સૈન્ય રચના આના હિત અને દક્ષિણ એશિઅય વિસ્તારમાં સામરિક સંતુલનના માટે ઘાતક છે. દેશ માટે ચિંતાને એક અન્ય વિષય પાકિસ્તાનના પરમાનુ હથિયાર કાર્યક્રમ માટે ચીન દ્વારા ઉપકરણો અને પ્રૌધોગિકીનુ સ્થાનાંતરણ છે. ચીને પાકિસ્તાનને પંજાબ શહેરમાં બે પરમાણુ સંયંત્ર બનાવવામાં મદદ કરી છે અને તેના પરમાણુ કાર્યક્રમને સતત મદદ કરતુ રહ્યુ છે.

ચીન પાકિસ્તાનને રક્ષા સામાન પૂરો પાડનાર દેશ છે. જેમા ઓછા અંતરવાલા બૈલેસ્ટિક મિસાઈલ, લડાકૂ વિમાન, હેલીકોપ્ટરવાળા પોત, ટી 85 ટૈક, જેટ પ્રશિક્ષણ વિમાનનો સમાવેશ છે. રક્ષા મંત્રીએ કહ્યુ કે ભારતને આશા છે કે ચીન પરસ્પર સમજ અને સમૃધ્ધિના મકસદથી કરવમાં આવેલ પોતાની પહેલની યોગ્ય પ્રતિક્રિયા કરશે. તેમને સંવાદદાતાઓને કહ્યુ કે ભારત ચીન સહિત પોતાના પડોશીઓની સાથે મિત્રતા અને સૌહાર્દપૂર્ણ સંબંધ બનાવવા માંગે છે. અમારા પ્રયત્નો ચાલુ છે. આ સાથે જ કેટલાક એવા મુદ્દા છે જે અમારી ચિંતાનો વિષય છે. એંટનીએ પાકિસ્તાન પર આતંકી સમૂહોને પોતાના દેશમાંથી સમાપ્ત કરવા માટે યોગ્ય પગલા ન લેવાનો આરોપ લગાવ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati