Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગૌહાટીમાં સાઈકલનું રજીસ્ટ્રેશન જરૂરી

ગૌહાટીમાં સાઈકલનું રજીસ્ટ્રેશન જરૂરી

વાર્તા

ગૌહાટી , રવિવાર, 17 ઑગસ્ટ 2008 (11:46 IST)
આતંકવાદી કાર્યો માટે સાયકલના વધતાં જતાં ઉપયોગને રોકવા માટે ગૌહાટી પ્રશાસને સાઈકલનું રજીસ્ટ્રેશન પણ ફરજીયાત કરવાની દિશામાં પગલાં ઉપાડ્યાં છે.

ભીડવાળા વિસ્તારની અંદર આંતકવાદીઓ દ્વારા સાઈકલો પર બોમ્બ રાખવાની કેટલીયે ઘટનાઓ મળી આવ્યાં બાદ પ્રશાસને સાઈકલનું રજીસ્ટ્રેશન કરાવીને તેનો રેકોર્ડ કાયમ રાખવાની માંગણીની નગર નિગમ પાસેથી મદદ માંગી છે.

ગૌહાટી નગર નિગમના સંયુક્ત આયુક્ત એમપી શર્માએ જણાવ્યું કે નિગમે સાઈકલોના અનિવાર્ય રજીસ્ટ્રેશન માટે પહેલેથી જ આ અભિયાન શરૂ કરી દિધું છે. તેમણે કહ્યું કે ગૌહાટી નગર નિગમ ખરીદદારની જરૂરી ઓળખાણ પ્રમાણ વિના સાઈકલના વેચાણ પર રોક પણ લાગી શકે છે.

શર્માએ જણાવ્યું કે સાઈકલો પર લાઈસંસ પ્લેટ પણ લગાવવી ફરજીયાત કરી દેવાશે જેથી કરીને જો ભવિષ્યમાં કોઈ વિસ્ફોટની ઘટના બને તો તેની જાણ થઈ શકે કે આ સાઈકલનો ખરીદદાર કોણ હતો.

Share this Story:

Follow Webdunia gujarati