Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગોવામાંથી રુસી નાગરિકનો મૃતદેહ મળ્યો

ગોવામાંથી રુસી નાગરિકનો મૃતદેહ મળ્યો
પણજી , સોમવાર, 14 એપ્રિલ 2008 (20:20 IST)
પણજી. ઉત્તરી ગોવાના તટીય ક્ષેત્રમાં આવેલા વૈંગેટરના એક ગેસ્ટ હાઉસમાંથી રશિયાના નાગરિકની લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. રશિયન યુવાનના મોતનુ કારણ જાણવા માટે પોલીસે તેના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.

બનાવની તપાસ કરી રહેલી અંજુના પોલીસ મથકના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, રશિયાનો કેબનોવ બ્લાદિમીર મહિના પહેલા ગોવા પ્રવાસે આવ્યો હતો. 11મી એપ્રિલે વૈંગેટર સ્થિત ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો. રવિવારે તેનો મૃતદેહ તેના રૂમમાંથી મળી આવ્યો હતો. તેના મોતનુ કારણ જાણવા માટે પોલીસે તેના મૃતદેહને પીએમ માટે દવાખાને ખસેડ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati