Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુર્જર આંદોલનથી દેશ પ્રભાવિત, ટ્રેન સેવા અવરોધાઈ, હાઈકોર્ટ સખત

ગુર્જર આંદોલનથી દેશ પ્રભાવિત, ટ્રેન સેવા અવરોધાઈ, હાઈકોર્ટ સખત
નવી દિલ્હી. , ગુરુવાર, 28 મે 2015 (12:41 IST)
ગુર્જર સમાજના પાંચ ટકા આરક્ષણની માંગ પર ચાલી રહેલ આંદોલનને લઈને રાજસ્થાન હાઈકોર્ટે નારાજગી દર્શાવી. હાઈકોર્ટે આ સમગ્ર મામલામાં રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપીને ફટકાર લગાવી અને લોકોને થનારી પરેશાનીનો ઉલ્લેખ કર્યો. કોર્ટે દિલ્હી મુંબઈ રેલવે ટ્રેક અને રાષ્ટ્રીય રાજમાર્ગોને આંદોલનકારિયો પાસેથી ખાલી કરાવીને અનુપાલન રિપોર્ટ સાથે આજે ડીજીપી અને મુખ્ય સચિવને બોલાવ્યા છે. 
 
આ આંદોલનને કારણે  છેલ્લા એક અઠવાડિયાથી પશ્ચિમી જ નહી પણ ભારતની ટ્રેન વ્યવસ્થા ચરમરાઈ છે. પણ પૂર્વી ભારતના લોકોને પણ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.  પટનાના રહેનારા અમરને પોતાની કેંસર પીડિત માંની સારવાર કરાવવા માટે ગુરૂવારે રાત્રે પટનાથી મુંબઈ રવાના થવાનુ હતુ પણ આંદોલનને કારણે ટ્રેનોની અવર-જવર પર પ્રતિકૂળ અસર પડવાને કારણે અમરને પોતાની ટિકિટ બુધવારે કેંસલ કરાવવી પડી. 
 
ઉલ્લેખનીય છે કે આ આંદોલનને કારણે અત્યાર સુધી 326 ટ્રેનોને રદ્દ કરવી પડી છે. સાથે જ અનેક ટ્રેનોનો રૂટ ડાયવર્ટ કરવો પડ્યો છે. રેલવેને વર્તમાન દિવસોમાં લગભગ 100 કરોડ રૂપિયાનું નુકશાન પણ ઉઠાવવુ પડ્યુ છે. અમરે પ્રભાત ખબર ડૉટ કોમના સંવાદદતાએ જણાવ્યુ કે રાજસ્થાનમાં જે પ્રકારનું આંદોલન ચાલુ છે તેવી સ્થિતિમાં હુ જો મુંબઈ પહોંચી પણ જઉ તો મા ની સારવાર નહોતો કરાવી શકતો.  કારણ કે જે તારીખે અમારી એપોઈંટમેંટ્સ ફિક્સ હતી અમે એ તારીખે ત્યા પહોંચી શકશુ કે નહી તે અંગે શંકા હતી. ફરીથી સમય માંગતા અમને બે મહિના પછીનો સમય મળ્યો છે.  હવે બે મહિના પછી જ માતાનો ઈલાજ કરાવી શકીશ. 

Share this Story:

Follow Webdunia gujarati