Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ગુડિયા' સાથે દુષ્કર્મ કરનાર વહેંશી આરોપી ઝડપાયો

'ગુડિયા' સાથે દુષ્કર્મ કરનાર વહેંશી આરોપી ઝડપાયો
, શનિવાર, 20 એપ્રિલ 2013 (10:22 IST)
P.R
દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં પાંચ વર્ષની માસૂમ બાળકી સાથે રેપના આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીનુ નામ મનોજ છે અને તેને બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાંથી પકડવામાં આવ્યો છે. પોલીસ મનોજને દિલ્હી લાવી રહી છે. શુક્રવારે મોડી રાત્રે ત્રણ સભ્યોની દિલ્હી પોલીસની ટીમે મનોજને જિલ્લાના ચિકનોના ગામથી ધરપકડ કરી. અહી મનોજનું સાસરિયુ છે. એવુ બતાવાય રહ્યુ છે કે પોલીસે મોબાઈલ ટાવર લોકેશન દ્વાર મનોજને પકડ્યો, રેપ કેસમાં દિલ્હી પોલીસ એક વધુ વ્યક્તિની શોધમાં છે. પોલીસને શક છે કે એ વ્યક્તિ આરોપી મનોજ સાથે બળાત્કારની ઘટનામાં સંકળાયેલો છે.

પાંચ વર્ષની બાળકી સાથે બળાત્કારની ઘટનામાં સંકળાયેલ મનોજની ઓળખ પહેલા જ કરી લેવામાં આવી હતી. ઓળખ થયા બાદ દિલ્હી પોલીસની ટીમ તેને પકડવા માટે બિહાર રવાના થઈ હતી, બિહારના મુજફ્ફરપુરના રહેનારા આરોપીએ આઠ દિવસ પહેલા જ એ બિલ્ડિંગમાં ભાડેથી રૂમ લીધો હતો , જ્યા બાળકી પોતાના પરિવાર સાથે રહેતી હતી.

મનોજ પર આરોપ છે કે તેણે પાંચ વર્ષની બાળકીને ચાર દિવસ સુધી બંધક બનાવીને રરાખી અને એ દરમિયાન તેની સાથે બળાત્કાર કર્યો, જેના કારણે બાળકીનું ગુપ્તાંગ ગંભીર રીતે ઘવાયુ છે.. બાળકીને બિલ્ડિંગના ગ્રાઉંડ ફ્લોર પર આવેલ રૂમમાંથી બચાવવામાં આવી.

Share this Story:

Follow Webdunia gujarati