ગુજરાત ભાજપમાં નો રીપીટ થીયરી
ગુજરાતના 21 ઉમેદવારો જાહેર
ભાજપાએ લોકસભાની બેઠકો માટેના બિહાર, મધ્યપ્રદેશ, કર્ણાટક અને આંધ્રપ્રદેશના મળીને 28 બેઠકો સાથે ગુજરાતની 26 બેઠકો પૈકી 21 બેઠકો માટેના ઊમેદવારોની પ્રથમ યાદી આજે મોડી સાંજે જાહેર કરી હતી જેમાં મોટાભાગની બેઠકો માટે નો રીપીટ થીયરીનો અમલ કરવામાં આવ્યો છે.
દિલ્હી ખાતે ભાજપા ચૂંટણી સમિતીએ ભારે કસરત બાદ બિહારની 11 બેઠકો, મધ્યપ્રદેશની 6, કર્ણાટકની 4, આંધ્રની 7 બેઠકોના ઊમેદવારોની યાદી જાહેર કરવા સાથે ગુજરાતની બેઠકો માટેની આંતરિક ખેંચાતાણી બાદ મોડી સાંજે 21 ઊમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં નો રીપીટ થીયરીમાં અપવાદરૂપ ચાર બેઠકો માટેના ઊમેદવારોની પુનઃ પસંદગી કરવામાં આવી હતી. જેમાં કાગ્રેસ છોડી ભાજપામાં આવેલા બહુચર્ચીત એવા ધારાસભ્ય ભાવસિંહ રાઠોડને પાટણ બેઠક ફાળવવામાં આવી છે.
જયારે કાશીરામ રાણા, ડો. વલ્લભભાઇ કથિરિયા, રતીલાલ વર્મા, મહેશ કનોડીયા, ભૂપેન્દ્ર સોલંકી, જયાબેન ઠક્કર, હરીભાઇ પટેલ, વગેરેને પડતા મુકવામાં આવ્યા છે અને તેમના સ્થાને નવા ઊમેદવારો પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.