Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગડકરી ઈન્દોરમાંથી ચૂંટણી લડવા તૈયાર

ગડકરી ઈન્દોરમાંથી ચૂંટણી લડવા તૈયાર
નાગપુર , ગુરુવાર, 17 નવેમ્બર 2011 (12:44 IST)
N.D
ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરીએ લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેમના દ્વારા ઈદોરથી લોકસભા ચૂંટણી લડવુ લગભગ નક્કી થઈ ગયુ છે. ગડકરી અધ્યક્ષ બન્યા પછીથી જ એક સુરક્ષિત સીટને શોધમાં છે. નાગપુરમાં રાજનીતિક સમીકરણ એવા છે કે તેઓ ત્યાંથી ચૂંટણી લડવાની હિમંત નથી કરી રહ્યા.

મપ્ર સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સુષમા પછી હવે ગડકરીને ઈન્દોરથી લોકસભામાં મોકલીને પોતાનુ રાજનીતિક કદ વધુ ઊંચુ કરવાની તૈયારીમાં છે. ઈન્દોર પસંદ કરવાનુ કારણ એ છે કે ચૌહાણે તેમને અહીંથી ચૂંટણી લડવાનો આગ્રહ કર્યો છે. ઈન્દોરની સીટ સુરક્ષિત પણ છે કારણ કે 1989થી સતત 7 લોકસભા સુમિત્રા મહાજન જીતી ચુકી છે અને તેઓ ગુટબાજીથી ત્રાસી જવાથી ચૂંટણી લડવા નથી માંગતી આ ઉપરાંત એક મહત્વનું કારણ અહીનો મરાઠી ઈતિહાસ પણ પક્ષમાં છે.

Share this Story:

Follow Webdunia gujarati