Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ખતરનાક ! રસ્તા વચ્ચે બળાત્કાર, ગુપ્તાંગમાં નાખી બંદૂક...

ખતરનાક ! રસ્તા વચ્ચે બળાત્કાર, ગુપ્તાંગમાં નાખી બંદૂક...
પટના. , ગુરુવાર, 23 જૂન 2016 (15:52 IST)
બિહારના મોતીહારીમાં એક દિલ કંપાવી દેનારી ઘટનાએ દિલ્હીની નિર્ભયાકાંડની ઘટના યાદ કરાવી દીધી. અહી એક યુવતીની સાથે એટલુ જઘન્ય કૃત્યુ કર્યુ કે જેને પણ સાંભળ્યુ તે કંપી ગયુ. નરાધમોએ યુવતીને ઘરમાંથી ખેંચીને તેની સાથે રસ્તા પર બળાત્કાર કર્યો. 
 
એટલુ જ નહી આ હેવાનોએ યુવતીના ગુપ્તાંગમાં બંદૂકની નળી અને લાકડી નાખી દીધી. ત્યારબાદ બધા દબંગ ત્યાથી ફરાર થઈ ગયા. યુવતી ઘાયલ અવસ્થામાં રસ્તા પર તરફડતી રહી. ઉલ્લેખનીય છે કે આરોપીએ 13 જૂનન રોજ પણ યુવતી સાથે દુષ્કર્મ કર્યુ હતુ. જ્યારે તેની ફરિયાદને લઈને પીડિતના પરિવારના લોકો આરોપીના ઘરે પહોંચ્યા તો એ લોકોએ જીવથી મારવાની ધમકી આપીને પીડિત પરિવારને ભગાડી દીધો હતો. 
 
ત્યારબાદ કેટલાક દિવસો પછી આરોપી અને તેના સાથીયોએ યુવતીને હથિયારના બળ પર ઘરેથી ઉઠાવી અને રસ્તા વચ્ચે તેની સાથે ફરી બળાત્કાર કર્યો. આ સંપૂર્ણ મામલામાં પોલીસની બેદરકારી સ્પષ્ટ જોવા મળી રહી છે. ઘટનાના 7માં દિવસે પીડિતનુ મેડિકલ કરાવવામાં આવ્યુ હતુ. જો સમય રહેતા પોલીસે કાર્યવાહી કરી હોત તો કદાહ બીજીવાર આ ઘટના ન બનતી. અત્યાર સુધી આ મામલામાં કોઈની પણ ધરપકડ થઈ નથી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

HIV પીડિત અભિનેતાએ મંત્રીની પુત્રીને પણ નહી છોડી, શારીરિક સંબંધો બનાવ્યા...