Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોશ્યારીનું રાજ્યસભામાંથી રાજીનામું

કોશ્યારીનું રાજ્યસભામાંથી રાજીનામું

ભાષા

નવી દિલ્લી , બુધવાર, 17 જૂન 2009 (16:16 IST)
લોકસભા ચૂંટણીમાં હાર્યા બાદ ભાજપમાં વધતા દબાણની રાજનીતિ વચ્ચે ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભગત સિંહ કોશ્યારીએ બુધવારે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.

તાજેતરમાં સંપન્ન ચૂંટણીમાં ભાજપ ઉત્તરાખંડની તમામ પાંચ સીટો હારી ગયું છે અને કોશ્યારી જૂથ ત્યાના મુખ્યમંત્રી ભૂવનચંદ્ર ખંડૂરીને હટાવવા પર દબાણ બનાવીને બેઠું છે.

કોશ્યારીએ કહ્યું કે મે રાજ્યસભાની સદસ્યતા છોડી દીધી છે. મે મારું ત્યાગપત્ર સભાપતિને મોકલી દીધું છે. રાજીનામું આપવાનો તર્ક આપતા તેમણે કહ્યું કે તે ઉત્તરાખંડમાં પાર્ટીને મજબૂત બનાવામાં વધુ સમય આપવા ઈચ્છે છે કારણ કે તાજેતરની લોકસભા ચૂંટણીમાં પાર્ટી ત્યાં તમામ પાંચ સીટો હારી ચૂકી છે.

કોશ્યારીએ કહ્યું કે ઉત્તરાખંડમાં ભાજપને ફરીથી ઉભું કરવા માટે હું એક સામાન્ય કાર્યકર્તાની જેમ કામ કરીશ અને 2012 માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં તેને ફરીથી વિજયપથ પર લઈ જવાનો પ્રયત્ન કરીશ.

Share this Story:

Follow Webdunia gujarati