Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોર્પોરેશન દ્વારા લેવાતા પ્રોફેશનલ ટેક્સના વ્યાજમાં રાહત મળશે

કોર્પોરેશન દ્વારા લેવાતા પ્રોફેશનલ ટેક્સના વ્યાજમાં રાહત મળશે
અમદાવાદઃ , શુક્રવાર, 24 એપ્રિલ 2015 (16:16 IST)
મ્યુનિસિપલ કોર્પોરેશનને ગત તા.૧ એપ્રિલ, ર૦૦૮થી રાજ્ય સરકાર દ્વારા પ્રોફેશનલ  ટેકસ વસૂલવાની સત્તા અપાઇ છે. ગુજરાત રાજ્ય વ્યવસાય, વેપાર, ધંધા અને રોજગાર અધિનિયમ  (સુધારા) ર૦૦૮ અન્વયે નાગરિકે દર નાણાકીય વર્ષની તા.૩૦ સપ્ટેમ્બર પહેલાં પ્રોફેશનલ ટેકસ  ભરવો જરૂરી છે.

મ્યુનિ. તિજોરી માટે છેલ્લાં કેટલાંક વર્ષથી પ્રોફેશનલ ટેકસ પણ આવકનું સાધન બન્યું હોઇ તંત્ર વ્યવસાયવેરાના કરદાતાઓને પડતી તકલીફોને દૂર કરવા પણ જાગૃત છે એટલે જ પ્રોફેશનલ ટેકસના પીઆરસી કરદાતાઓને ૩૦ એપ્રિલ સુધી વ્યાજમાં રાહત આપવાની જાહેરાત કરાઇ છે.

ર૦૧૪-૧પમાં તંત્રને પ્રોફેશનલ ટેકસ પેટે રૂ.૧૧૦ કરોડની આવક થઇ હતી, જે ગત વર્ષ ર૦૧પ-૧૬માં વધીને રૂ.૧૧૩.૧૬ કરોડ થઇ હતી. કોર્પોરેશનના ચોપડે રૂ.૮૦ લાખ પ્રોફેશનલ ટેકસના કરદાતા નોંધાયા છે. દરમિયાન માઇક્રોટેક કંપની પાસેથી ઇ-ગવર્નન્સનો હવાલો ટેકઓવર કરવામાં આવતાં નવી કંપની દ્વારા કન્સલ્ટન્સી સર્વિસ (ટીસીએસ)ને ખાસ્સો વિલંબ થવાથી પ્રોફેશનલ ટેકસ ભરવાની કામગીરી પણ ખોરવાઇ હતી, જેના કારણે તંત્ર દ્વારા આગામી તા.૩૦ એપ્રિલ સુધીમાં પ્રોફેશનલ ટેકસ ભરનાર કરદાતાને રાહત આપવાની જાહેરાત કરાઇ છે.

અા દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ જાહેર સાહસના કર્મચારીઓ ગ્રાન્ટ ઈન  એઈડ સંસ્થાઓના કર્મચારીઓ વગેરેના પ્રોફેશનલ ટેક્સ વસૂલવાની સત્તા પણ કોર્પોરેશનને મળી છે.  જેના કારણે કોર્પોરેશનની અાવકમાં રૂ. ૧૨ કરોડનો વધારો થશે.

Share this Story:

Follow Webdunia gujarati