Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરીડોર યોજનાની સંકલ્પનામાં ખામી : શીલા

કોરીડોર યોજનાની સંકલ્પનામાં ખામી : શીલા
નવી દિલ્હી , બુધવાર, 30 એપ્રિલ 2008 (10:24 IST)
દિલ્હીની મુખ્યમંત્રી શીલા દીક્ષિતે ગઈકાલે જણાવ્યું હતું કે, બસ રેપિડ ટ્રાંસપોર્ટ કોરિડોર પરિયોજનાની સંકલ્પનામાં ખામી રહી છે અને તેને અમલમાં યોગ્ય રીતે મૂકી શકાય નથી.

દક્ષિતે ભારતીય ઉદ્યોગ પરિસંધ (સીઆઈઆઈ) ની વાર્ષિક બેઠકને સંબોધિત કરતાં કહ્યું હતું કે, પરિયોજનાની સંકલ્પનાંમાં કોરિડોર પર ચાલનારા વાહનોનો આકાર અને લોકોની આદતો વિશે વિચાર કરવામાં ઉણપ રહી પરંતુ આખરે તેનો ઉપાય શોધી લેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દિલ્હી 2010 સુધીમાં કોમનવેલ્થ ગેમ્સ માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. આ પ્રસંગે શિક્ષણ, સ્વાસ્થ્ય અને લઘુ ઉદ્યોગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરનારી મહિલાઓને સીઆઈઆઈનાં પુરસ્કારથી સંમાનિત કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati