Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેરલમાં ગેસ ટેંક્ટરમાં વિસ્ફોટ, 21 ઘાયલ

કેરલમાં ગેસ ટેંક્ટરમાં વિસ્ફોટ, 21 ઘાયલ
અહીં આજે સવારે એક ગેસ વિસ્ફોટ થઈ જવાથી 21 લોકો ઘાયલ થઈ ગયા. ઘાયલોમાં પાંચની હાલત ગંભીર છે. બધાને ત્રિવેદ્રમ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટોના મુજબ આજે સવારે લગભગ 5.30 વાગ્યે તિરુઅનંતપુરમ-બેંગલુર રાષ્ટ્રીય રાજમાર્ગ 47 પર ગેસથી ભરેલ એક ટેંકર કાર સાથે અથડાઈ ગઈ. આનાથી તેમા વિસ્ફોટ થઈ ગયા. ઘટનામાં 21 લોકો ઘાયલ થઈ ગયા. ધમાકો એટલો જોરદાર હતો કે રસ્તેથી પસાર થઈ રહેલ 15 મોટરસાઈકલો અને કેટલાક અન્ય વાહનો પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયા.

દુર્ઘટનાને કારણે રાષ્ટ્રીય રાજમાર્ગ પર વાહનવ્યવ્હાર બંધ કરી દેવામાં આવ્યો છે. પ્રશાસને વિસ્તારની બધી શાળાઓમાં આજે રજાની જાહેરાત કરી છે. સમાચાર જાણવા મળ્યા છે કે અગ્નિશમનની 10-15 ગાડીઓ આગ ઓલવવાના પ્રયત્નમાં લાગેલી છે.

Share this Story:

Follow Webdunia gujarati