Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેબીસીમાં પાંચ કરોડનુ ઈનામ

કેબીસીમાં પાંચ કરોડનુ ઈનામ
મુંબઈ. , બુધવાર, 29 સપ્ટેમ્બર 2010 (10:24 IST)
IFM
મહાનાયક અમિતાભ બચ્ચનના જન્મદિવસ પર 11 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલ ગેમ શો કેબીસી-4માં આ વખતે ઈનામી રકમ વધીને પાંચ કરોડ રૂપિયા કરી દેવામાં આવી

જેની જાહેરાત અમિતાભ બચ્ચન અને બિગ સિનર્જીના સિધ્ધાર્થ બસુએ કરી. બિગ સિનર્જી લોકપ્રિય ક્વિજ શો ના નિર્માતા છે. આ શો આ વખતે સોની ટીવી પર પ્રસારિત કરવામાં આવશે.

બચ્ચને કહ્યુ કે જો કે બુનિયાદી ફોર્મેટ એવુ ને એવુ જ રહેશે પરંતુ આ વખતે શો વધુ ઝડપી અને ક્રિસ્પી રહેશે. 12 પ્રશ્નોને માટે એક કરોડ રૂપિયાની રકમ રહેશે અને અંતિમ પ્રશ્ન માટે પાંચ કરોડ રૂપિયાની રકમ આપવામાં આવશે.

આ વખતે એક નવી લાઈફ લાઈન 'આસ્ક એન એક્સપર્ટ' આપવામાં આવશે. આ ઉપરાંત બે વધુ લાઈફ લાઈન ઓડિયંસ પોલ અને ફોન એ ફ્રેંડ રહેશે.

આ વખતે 50-50 લાઈફલાઈનને હટાવી દેવામાં આવ્યા છે. જેના બદલામાં સાતમા પ્રશન પછી 'ડબલ ડિપ' રહેશે, જેના હેઠળ કોઈ હરીફ કોઈ પ્રશ્નનો જવાબ આપવા માટે બે પ્રયત્ન કરી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati