Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેજરીવાલની પ્રેસ કોન્ફરંસમાં કોંગ્રેસનો હંગામો

કેજરીવાલની પ્રેસ કોન્ફરંસમાં કોંગ્રેસનો હંગામો
, ગુરુવાર, 30 જાન્યુઆરી 2014 (14:58 IST)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરૂવારે પ્રેસ કોંફરેંસ કરી દિલ્હી સરકારના એક મહિનાનુ રિપોર્ટ કાર્ડ રજૂ કર્યુ. તેમણે પોતાની સરકારના એક મહિનાના કાર્યકાળ દરમિયાન દિલ્હીમાં કરપ્શન ઓછુ થવાના દાવા કર્યા. તો સાથે જ શનિવારે કેબિનેટમાં જનલોકપાલ બિલ રજૂ કરવાની વાત કરી. પ્રેસ કોંફરેંસ ખતમ થવાના થોડા સમય પહેલા ઓખલાથી કોંગ્રેસ વિઘાયક આસિફ મોહમ્મદે કેજરીવાલને 'ઝૂઠીસ્તાન કા રેડિયો' કહેતા હંગામો કરી નાખ્યો. આસિફ મોહમ્મદ ખાન કેજરીવાલ સરકાર પર સત્તામાં આવ્યા બાદ બાટલા હાઉસ એનકાઉંટરની એસઆઈટી તપાસના વચનથી પલટવાનો આરોપ લગાવી રહ્યા હતા.

P.R

આસિફ મોહમ્મદે ભડકાવતા કહ્યુ કે તેઓ હાઉસમાં કેજરીવાલ વિરુદ્ધ વોટ કરશે, ભલે પાર્ટી તેમને કાઢી નાખે. તેમણે પાર્ટીને તરત કેજરીવાલ સરકાર પાસેથી સમર્થન પરત લેવાની માંગ કરી. ત્યારબાદ પ્રેસ કોન્ફરેંસ ખતમ કરવામાં આવી. અત્રે એ ઉલ્લેખનીય છે કે કેજરીવાલે પોતાની પ્રેસ કોન્ફરેંસમાં બાટલા હાઉસની તપાસને લઈને પૂછવામાં આવેલ પ્રશ્ન પર કહ્યુ કે આ બાબતે કોર્ટમાં નિર્ણય આવી ચુક્યો છે, તેથી તેમની સરકાર આ બાબતને લઈને કોઈ પગલા નથી ઉઠાવતી. કેજરીવાલે કહ્યુ કે આ બાબત પાર્ટીના ઘોષણાપત્રમાં પણ નહોતી.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati