Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓબામા અને મોદી પર આઝમ ખાનનું વિવાદાસ્પદ નિવેદન

ઓબામા અને મોદી પર આઝમ ખાનનું વિવાદાસ્પદ નિવેદન
રામપુર , શનિવાર, 31 જાન્યુઆરી 2015 (14:21 IST)
શુક્રવારે રામપુરમાં કૃષિ મેળા અને પંચાયત સંમેલનમાં ઉત્તર પ્રદેશના શહેરી વિકાસ મંત્રી આઝમ ખાને અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર જોરદાર નિશાન સાધ્યુ અને આપત્તિજનક શબ્દોનો પ્રયોગ કર્યો. 
 
તેમને કહ્યુ કે બરાક ઓબામા સડેલા હથિયારોના કાળા ફિરંગી વેપારી બતાવ્યા અને તેમને ભિખારી સુધી કહી નાખ્યા અને બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડ્રેસ પર નિશાન સાધતા કહ્યુ કે અમારા ગરીબ દેશના પ્રધાનમંત્રી દુનિયામાં સૌથી વધુ કિમંતી કપડા પહેરે છે. જેમને સીવવા માટે મશીનો પણ જુદી છે.  એટલુ જ નહી આઝમ ખાને આરોપ લગાવતા કહ્યુ કે પ્રધાનમંત્રી મહિલા અને પુત્રીના અધિકારોની વાત કરે છે પણ પહેલા ખુદ પોતાની પત્નીને ઈંસાફ આપે અને પછી મહિલાઓના અધિકારની વાત કરે. તેમણે કહ્યુ કે જે પોતાની પત્નીને પોતાના ઘરમાં ન રાખી શકે તે તમારા માટે ઘર ક્યાથી લાવશે ? 

Share this Story:

Follow Webdunia gujarati