Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એમબીએ છાત્ર અપહરણકર્તા

એમબીએ છાત્ર અપહરણકર્તા

ભાષા

નવી દિલ્હી , સોમવાર, 24 નવેમ્બર 2008 (19:00 IST)
રાષ્ટ્રીય રાજધાનીમાં બે એમબીએનાં છાત્રો સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમની ઉપર આરોપ છે કે શેરબજારમાં થયેલી ખોટને સરભર કરવા માટે તેમણે એક કિશોરનું અપહરણ કરીને 80 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.

દક્ષિણ દિલ્હીનાં સાકેતમાં ગયા અઠવાડિયે જ્ઞાન ભારતી વિદ્યાલયનાં એક છાત્રનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ બાળકને રવિવારે છોડી મુકવામાં આવ્યો હતો.

પોલીસનાં જણાવ્યા મુજબ એમબીએ છાત્રો 24 વર્ષીય રોહિત ચોપડા અને 24 વર્ષીય પિયુષ જૈન તથા પીડિત બાળકનાં એક સંબંધીનાં ભાઈ 21 વર્ષીય ભરત ઝામ સહિત ત્રણ લોકોએ તે બાળકનું કથિતરૂપે અપહરણ કર્યું હતું.

તેમણે જણાવ્યું કે ચોપડા અને જૈનને શેરબજારમાં ભારે નુકશાન થયું હતું. તેથી તેમણે ઝામ સાથે ષડયંત્ર રચીને તે બાળકનું અપહરણ કર્યુ હતું. તેમની ઈચ્છા અપહરણ બાદ ખંડણી વસુલી પોતાનું દેવું ચુકતે કરવાની હતી.

Share this Story:

Follow Webdunia gujarati