Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એક્ઝિટ પોલ : મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપાને સત્તા ફરીથી સત્તા મળશે

ગુજરાત સમાચાર

એક્ઝિટ પોલ : મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપાને સત્તા ફરીથી સત્તા મળશે
નવી દિલ્હી. , ગુરુવાર, 5 ડિસેમ્બર 2013 (11:12 IST)
P.R
ભાજપા મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી જીતવાના નિકટ છે તો બીજી બાજુ દિલ્હીમાં ત્રિશંકુ વિધાનસભામાં તેને બઢત મળી શકે છે. આ પરિણામ ચેનલોના વિવિધ એકઝિટ પોલમાં બતાવાયા. લોકસભા ચૂંટણી પહેલા સેમીફાઈનલ કહેવાતા પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણીમાં બુધવારે રાજધાની દિલ્હીમાં મતદાન પ્રક્રિયા પૂરી થઈ. રાજનીતિમાં પહેલીવાર ઉતરેલ આપને દિલ્હીના 70 સભ્યોની વિધાનસભામાં 18 સીટો મળે એવી શક્યતા છે.

અનુમાન છે કે મધ્યપ્રદેશમાં ભાજપા સત્તા પર પકડ કાયમ રાખી શકે છે અને રાજસ્થનામાં તે કોંગ્રેસની સીટ છીનવી શકે છે. બીજી બાજુ છત્તીસગઢમાં પણ તે મામૂલી બઢત બનાવશે.

સીએસડીએમ ધ વીકના સર્વેક્ષણમાં મધ્યપ્રદેશમાં 230 વિધાનસભા સીટોમાંથી ભાજપાને 136થી 146 સીટો આપવામાં આવી છે. જ્યારે કે છત્તીસગઢની 90 સભ્યોની વિધાનસભામાં ત્ને 45થી 55 સીટો આપવામાં આવી છે. મધ્યપ્રદેશમાં વિપક્ષી દળ કોંગ્રેસને 67થી 77 સીટો અને છત્તીસગઢમાં 32થી 40 સીટો મળી શકે છે.

'ટુડેઝ ચાણક્યા' એ મધ્યપ્રદેશમાં ભાજપાને સ્પષ્ટ બહુમત મતલબ 161 સીટો આપી છે તો બીજી બાજુ છત્તીસગઢમાં તેને 51 અને રાજસ્થાનમાં 147 સીટો આપી છે. તેને મધ્યપ્રદેશમાં કોંગ્રેસને ફક્ત 62 સીટ, છત્તીસગઢમાં 39 અને રાજસ્થાનમાં માત્ર 39 સીટો આપી છે.

ટાઈમ્સ નાઉ સી વોટરના બધા ત્રણ મોટા રાજ્યોમાં ભાજપાને બઢત મળતી દેખાય રહી છે. તેના મુજબ મધ્યપ્રદેશમાં ભાજપાને 128, છત્તીસગઢમાં 44 અને 200 સભ્યોની રાજસ્થાન વિધાનસભામાં 130 સીટો મળશે. સર્વેમાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસને 92, છત્તીસગઢમાં 41 અને રાજસ્થાનમાં ફક્ત 48 સીટો આપવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati