Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉ.પ્ર : પ્રથમ ચરણ પ્રચારનો અંત, મતદાન 8 ફેબ્રુઆરીએ

ઉ.પ્ર : પ્રથમ ચરણ પ્રચારનો અંત, મતદાન 8 ફેબ્રુઆરીએ
લખનૌ. , મંગળવાર, 7 ફેબ્રુઆરી 2012 (11:11 IST)
.
P.R
ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણ માટે ચાલે એરહેલ ચૂંટણી પ્રચાર સોમવારે સાંજે થમી ગયો છે. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ચૂટણી મેદાનમાં ઉતરેલા લગભગ બધા રાજનીતિક દળોના નેતાઓએ સાંજે પાંચ વાગ્યા સુધી લગભગ સો જનસભાઓ કરી ધુંઆધાર પ્રચાર કર્યો. આ દરમિયાન નેતાઓએ એક બીજા પર ખૂબ આક્ષેપો લગાવ્યા. પ્રથમ ચરણમાં 10 જિલ્લાના 55 વિધાનસભા સીટો પર આઠ ફેબ્રુઆરીના રોજ મતદાન થશે.

પ્રથમ ચરણના મતદાનથી લગભગ 46 કલાક પહેલા કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીએ સોમવારે વારાણસીમાં પ્રેસ કોંફરંસ કરીને વિરોધીઓને ચૂંટણીમાં કોંગ્રેસને હળવેથી ન લેવાનો સંદેશ આપતા કહ્યુ કે પ્રદેશમાં કોંગ્રેસ મજબૂતીથી ઉભી થઈને અગાની વિધાનસભા ચૂંટણી કરતા વધુ સારુ પ્રદર્શન કરશે.

માયાવતીએ ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ પર પોતાનો હુમલો ચાલુ રાખતા સોમવારે ફરીથી કહ્યુ કે કોંગ્રેસ જો ઉત્તર પ્રદેશની સત્તામાં આવી ગઈ તો ફરીથી બેકારી અને ગરીબી વધી જશે.

તેમણે લોકોને ચેતાવણી આપતા કહ્યુ કે ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 40 વર્ષ સુધી કોંગ્રેસે રાજ કર્યુ છે અને કોંગ્રેસની ખોટી નીતિઓને કારણે ઉત્તરપ્રદેશ પાછળ રહ્યુ અને અહી ગરીબી અને બેરોજગારી વધી. લોકોને રોજી રોટી માટે બીજી શહેરોમાં જવુ પડ્યુ. માયાવતીએ કુશીનગર અને ગોરખપુરમાં જનસભાઓ કરી.

સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહે માયાવતી સરકારને ભ્રષ્ટ ગણાવતા કહ્યુ કે 'મે બસપા સરકાર જેવી ભ્રષ્ટ સરકાર મારા જીવનમાં નથી જોઈ. બસપાએ પોતાના શાસનકાળ દરમિયાન જનતાને લૂંટવા સિવાય કશુ કર્યુ નથી.

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નીતિન ગડકરીએ સપા અને કોંગ્રેસ પર પરિવારવાદી હોવાનો આરોપ લગાવત અકહ્યુ કે 'સપાના પ્રમુખ મુલાયમ સિંહ યાદવનુ સપનું પોતાના પુત્ર અખિલેશ યાદવને મુખ્યમંત્રી બનાવવાનું છે, જ્યારે કે કોંગ્રેસ અધ્યક્ષનુ પદ ગાંધી પરિવાર માટે આરક્ષિત છે. ચિદમ્બર, પ્રણવ મુખર્જી મંત્રી તો બની શકે છે પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ બનવાનું સપનું પણ નથી જોઈ શકતા.

Share this Story:

Follow Webdunia gujarati