Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉમેદવારનું અપહરણ, શરીરે બોમ્બ બાંધ્યા

ઉમેદવારનું અપહરણ, શરીરે બોમ્બ બાંધ્યા

ભાષા

સીતાપુર , ગુરુવાર, 30 એપ્રિલ 2009 (19:48 IST)
ઉત્તર પ્રદેશનાં સીતાપુર જિલ્લાના જનવાદી પાર્ટી (સોશ્યલિસ્ટ) ના ઉમેદવાર હરેરામ ફોજીનું ગુરૂવારે રાત્રે તેમના વિરોધીઓએ અપહરણ કરી લીધું હતુ.

પોલીસ સુત્રોએ જણાવ્યું કે ફોજીનું ગુરૂવારે રાત્રે કેટલાક લોકો દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું. આ વિશે તેમના પરિજનોએ ફરિયાદ દાખલ કરાવી છે. પારિવારિક સુત્રોનું કહેવું છે કે ફોજી સવારે પોતાના ચૂંટણી પ્રચાર માટે ઘરમાંથી નિકળ્યાં હતાં અને તે મોડી સાંજ સુધી પરત ન આવી શક્યાં. ત્યારે તેની શોધખોળ શરૂ કરવામાં આવી અને પોલીસમાં અપહરણની ફરિયાદ દાખલ કરી દેવામાં આવી.

ફોજીના પુત્ર અમિતે પોલીસને જણાવ્યું કે અપહરણ બાદ તેના પિતાએ ફોન કરીને જણાવ્યું કે તેનું કેટલાક લોકોએ અપહરણ કરી લીધું છે અને તેના શરીરે દેશી બોમ્બ બાંધી રાખવામાં આવ્યાં છે. એસપી પ્રતીન્દ્ર કુમારે જણાવ્યું કે, ઉમેદવાર હરેરામ ફોજીનું અપહરણનો મામલો નોંધીને પોલીસ તેની શોધખોળ કરી રહી છે. ફોજી સીતાપુર સંસદીય સીટથી ચૂંટણી લડી રહ્યાં છે જ્યાં ગુરૂવારે મતદાન થઈ રહ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati